મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્રારા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે સ્ટેશનરી વિતરણ


SHARE









મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્રારા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે સ્ટેશનરી વિતરણ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા તથા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા માનવસેવા અને જનકલ્યાણના ઉદ્દેશ સાથે મોરબી શહેરમાં આવેલ બુનિયાદી કન્યા શાળા વિસાફાટક પાસે, તથા વિકાસ વિધાલય શોભેશ્વર રોડની બાળાઓને તથા મોરબી શહેરના અન્ય આર્થિક પછાત વિસ્તારોમાં ફુલ સ્કેપ ચોપડા તથા પેનનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ વસીમભાઈ મન્સુરી, મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના મહામંત્રી પ્રકાશભાઈ રાજપરા, ટંકારા પડધરી વિધાનસભાના પ્રમુખ મિલનભાઈ સીરિયા, અમિતભાઈ ભોજવીયા, બળવંતભાઈ ઘુમલીયા, તથા કોંગ્રેસના આગેવાન મુકેશભાઈ ગામી, પંકજભાઈ મસોતના સહયોગથી ઉજવણી કરવામાં આવી હતી. આગેવાનોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીજી હંમેશા સમાજના નબળા અને વંચિત વર્ગોના હિતોની લડત લડતા આવ્યા છે.તેમના જન્મદિવસની ઉજવણી માત્ર શુભેચ્છાઓ સુધી મર્યાદિત ન રાખતા, સેવાકીય અને માનવતાવાદી પ્રવૃત્તિઓ દ્વારા સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ સેવાકીય કાર્યક્રમ દરમિયાન શાળામાં અભ્યાસ કરતા બાળકો માં ખુશી અને આત્મીયતાનો માહોલ જોવા મળ્યો હતો.મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ભવિષ્યમાં પણ સમાજહિત અને જનકલ્યાણને કેન્દ્રમાં રાખી વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.




Latest News