મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો


SHARE









હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો

હળવદના રણમલપુર ગામે આવેલ વાડીએ જવા માટેના રસ્તામાં અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો જેથી મામલતદારે કરેલા હુકમનો અનાદર થતો હોવાની આધેડે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે.

હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા વાસુદેવભાઈ પોપટભાઈ પટેલ (56)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ લવજીભાઈ પટેલ અને વિપુલભાઈ લવજીભાઈ પટેલ રહે. બંને રણમલપુર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, આરોપીઓની વાડીમાંથી ફરિયાદીની વાડીમાં જવા માટેનો રસ્તો નીકળે છે અને તે રસ્તા ઉપર થી ફરિયાદીનો દીકરો પસાર થઈને તેઓની વાડીએ જતો હતો ત્યારે આરોપીઓએ રસ્તમાં અવરોધ ઊભો કર્યો હતો જેથી ફરિયાદીનો દીકરો તેની વાડી સુધી જઈ શકે તેમ ન હતું અને આરોપીઓ દ્વારા મામલતદાર કોર્ટ ના કેસ નંબર 22/ 2024 ના હુકમનો અનાદર કરવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલા આધેડ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બાઈકની ચોરી

ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામે આંબલી વાળી શેરીમાં રહેતા પ્રવીણભાઈ ભુપતભાઈ ચૌહાણ (48)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે માથક ગામે આવેલ જીઈબીના સબ સ્ટેશનના ગેટ પાસે ફરિયાદીના દીકરાએ તેનું બાઈક નંબર જીજે 13 ક્યુકયું 9762 પાર્ક કરીને મૂક્યું હતું જે 15,000 ના બાઈકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News