મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી કલેક્ટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની ભરતી કરાશે


SHARE









મોરબી કલેક્ટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની ભરતી કરાશે

મોરબી કલેક્ટર કચેરી ખાતે ૧૧ માસ માટે કરાર આધારિત ‘કાયદા સલાહકાર’ (લીગલ એડવાઈઝર) ની ૧ જગ્યા ભરવા માટે લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ જગ્યા માટે સરકારના નિયમોનુસાર પ્રતિ માસ ૬૦,૦૦૦  ફિક્સ વેતન ચૂકવવામાં આવશે.

આ ભરતી પ્રક્રિયા માટે અરજદારની ઉંમર જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખે ૫૦ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. લાયકાત, શરતો અને નિયત અરજીપત્રકનો નમૂનો કલેક્ટર કચેરી-મોરબીની સત્તાવાર વેબસાઈટ https://morbi.gujarat.gov.in તથા https://morbi.nic.in પરથી ડાઉનલોડ કરી શકાશે. રૂબરૂ મુલાકાત અને અનુભવના આધારે પસંદગી પામેલા ઉમેદવારોએ ભાષા સજ્જતા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ સંપૂર્ણ વિગતો સાથે ભરેલી અરજી અને શૈક્ષણિક તેમજ અનુભવના પ્રમાણિત દસ્તાવેજો સાથે પોતાનું સીલબંધ કવર તા. ૦૪/૦૭/૨૦૨૬ ના રોજ સાંજના ૦૬:૦૦ કલાક સુધીમાં ‘કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી - ૩૬૩૬૪૧’ ની રજીસ્ટ્રી શાખામાં રૂબરૂ અથવા આર.પી.એ.ડી.થી મોકલી આપવાનું રહેશે. અને નિયત સમયમર્યાદા બાદ મળેલી કે અધૂરી વિગતોવાળી અરજીઓ રદ ગણવામાં આવશે. તેમજ ઇન્ટરવ્યૂ માટે પસંદ થયેલા ઉમેદવારોએ નિયત સમયે સ્વખર્ચે તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે, તેમ મોરબીના નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની યાદીમાં જણાવાયું છે.




Latest News