મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ


SHARE







મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ

મોરબી તાલુકા પોલીસે હળવદ હાઇવે નીચી માંડલથી તળાવીયા શનાળ જતા રસ્તે વોચ ગોઠવી રેડ કરી હતી.ત્યારે દારૂના ચપલા સાથે બે પકડાયા હતા.અને એકનું નામ ખુલતા ત્રણેય સામે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે તાલુકાના નીચી માંડલ ગામથી તળાવીયા શનાળા જતા રસ્તે આવેલ સાસા એનર્જી સોલરના કારખાના પાસે વોચ ગોઠવીને રેડ કરી હતી. ત્યારે યામાહા મોટર સાયકલ નંબર જીજે ૨૨ આર ૭૮૧૬ માં સવાર બે ઇસમોની તલાસી લેતા તેઓ પાસેથી ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂના ચપલા નંગ ૩૬ કિંમત રૂા.૩૬૦૦ મળી આવતા દારૂ તથા વાહન સાથે હાલમાં બાદલભાઇ લગનીયાભાઇ વસાવા (ઉ.વ.૨૩) ધંધો-મજુરી રહે.હાલ રાતાભેર ગામની સીમ કેશવભાઇ કોળીની વાડીમાં તા.હળવદ જી.મોરબી મુળ રહે.બકતુરા ગામ ટેકરા ફળીયુ તા.સાગબારા જી.નર્મદા તેમજ રોહિતભાઇ રમેશભાઇ ઉર્ફે લખમણભાઇ ઇન્દરીયા જાતે કોળી (ઉ.વ.ર૦) ધંધો-મજુરી રહે.રાતાભેર ગામ બસ સ્ટેન્ડ પાસે તા.હળવદ જી.મોરબી ને પકડયા હતા.જયારે રોહિતભાઇ રાજેશભાઈ કગથરા રહે. તળાવીયા શનાળા તા.જી.મોરબીનું નામ ખુલતા તેની શોધખોળ ચાલુ કરવામાં આવેલ હોવાનું પોલીસે જણાવેલ છે.

ગુમ થયેલી યુવતીની ભાળ મળી

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ક્રાંતિ જયોત સોસાયટીમાં રહેતા કાંતિભાઈ ભગવાનજીભાઈ વરસડા પટેલ (૫૦) નામના આધેડે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાહેર કર્યું હતું કે, તેમને દીકરી મીનાક્ષીબેન કાંતિભાઈ વરસડા (ઉમર ૨૦) ગત તા.૨૨-૬ ના વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ઘરે કોઈને કંઈ કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે અને ઘરમેળે તપાસ કરવા છતાં મળી આવેલ નથી.જેને પગલે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના પંકજભાઈ ગુઢડા તથા સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવી હતી.દરમિયાનમાં ગુમ થયેલા મીનાક્ષીબેન મળી આવ્યા હોય પોલીસ દ્વારા તેઓનું નિવેદન લેવામાં આવ્યું હતું.જેમાં સામે આવ્યું હતું કે વિચાર વાયુ થઈ જતા ટેન્શનમાં આવીને તે કોઈને કહ્યા વગર તેમના મામાના ઘરે ચાલ્યા ગયા હતા.હાલ તેઓ મળી ગયા હોય પોલીસ અને પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

મારામારીમાં ઇજા

મોરબી નજીકના ઘુંટુ ગામે રહેતા પાલાભાઈ રામજીભાઈ દેત્રોજા નામના ૩૫ વર્ષના યુવાનને મારામારીમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીની અણીયારી ચોકડી પાસે ટ્રેલર રોડની સાઈડમાં નીચે ઉતરી જતા મોહમ્મદ પેબ મુસ્લિમ કલામ (૫૨) રહે. ગાંધીધામ કચ્છને ઇજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીની ભીમાસર ચોકડી નજીક અજાણી કારના ચાલકે હડફેટે લેતા દીપસિંહ અનિલસિહ ભરીયો (૨૫) રહે.નાગડાવાસ તા.મોરબીને ઇજાઓ થતા અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે






Latest News