રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સૌરાષ્ટ્ર પ્રાંતનો પ્રશિક્ષણ બે દિવસીય અભ્યાસ વર્ગ સંપન્ન
SHARE









રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સૌરાષ્ટ્ર પ્રાંતનો પ્રશિક્ષણ બે દિવસીય અભ્યાસ વર્ગ સંપન્ન
રાજ્ય અને રાષ્ટ્રીય શીર્ષ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ બે દિવસીય અભ્યાસ વર્ગનું આયોજન જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતના સૌરાષ્ટ્ર સંભાગના પ્રાથમિક, માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક, આચાર્ય સંઘ વગેરે સંવર્ગોની કાર્યકારણી કાર્ય કરતા અગિયાર જિલ્લાના ૨૦૫ જેટલા કાર્યકર્તાઓના પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું
જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં આવેલ બ્રહ્મલીન મહામંડલેશ્વર ૧૦૦૮ સંત વિભૂતિ ભારતીબાપુની તપોભૂમિ ભારતી આશ્રમ ખાતે આ વર્ગ યોજવામાં આવેલ હતો જેમાં પ્રથમ સત્રમાં કિશોરભાઈ મુંગલપરા સૌરાષ્ટ્ર કાર્યવાહકે રાષ્ટ્રીય સ્વંયમ સેવક સઘનો પરિચય આપ્યો હતો ત્યારબાદ બીજા સત્રમાં મહેશભાઈ જીવાણી સંઘ પ્રચારકે સંઘની કાર્ય પ્રણાલીની સમજ આપી,ત્રીજા સત્રમાં પલ્લવીબેન પટેલ મહિલા અધ્યક્ષે માતૃ શક્તિની સંગઠનમાં ભૂમિકા અંગે સૌને અવગત કર્યા હતા ત્યારબાદ આર.એમ.ઓ. ડોકટર મહેન્દ્રસિંહ સરવૈયાએ પ્રાકૃતિક જીવન શૈલી અને આયુર્વેદિક ઉપચારો વિશે વિસ્તૃત માહિતી અને સમજ આપી હતી
ત્યારબાદ રમેશભાઈ ચૌધરી રાજ્ય કોષાધ્યક્ષે આર્થિક વ્યવહારો વિશેના માપદંડો અંગેની આર્થિક સૂચિતા અંગેની વિસ્તૃત સમજ તમામ કાર્યકર્તાઓને આપી હતી.ત્યાર બાદ ડો.કનુભાઈ કરકરેએ પ્રચાર્ય જિલ્લા શિક્ષણ તાલીમ ભવને નવી શિક્ષણ નીતિ અંગે હળવી શૈલીમાં અવનવા ઉદાહરણો સાથે સમજ આપી હતી ત્યારબાદ રાત્રી સત્રમાં મોહનજી પુરોહિત રાષ્ટ્રીય સચિવ અને ગુજરાતના પ્રભારીએ સંગઠનની કાર્ય પદ્ધતિ અંગે સમજ આપી હતી. અને બીજા દિવસે પ્રથમ સત્રમાં મોહનજી પુરોહિતે અધિકારીઓ સાથે પ્રશ્નોની રજુઆત કેવી રીતે કરવી? એ અંગેની સમજ આપી ત્યારબાદ જીજ્ઞેશભાઈ કલાસ-૨ અધિકારીએ પર્યાવરણ સંરક્ષણ વિષય ઉપર ખુબજ સરસ રીતે સત્ર લીધું હતું.
ત્યારબાદ ભીખાભાઈ પટેલ અધ્યક્ષ ગુજરાત રાજ્ય શૈક્ષિક મહાસંઘે સોસિયલ મીડિયા,પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાનું મહત્વ અને સોસિયલ મીડિયાનો વિવેકપૂર્ણ ઉપયોગ કેવી રીતે કરવો? એ અંગે વિવિધ ઉદાહરણો દ્વારા સમજ આપી હતી. ત્યારબાદ છેલ્લા સત્રમાં કુલદીપસિંહ ગોહિલ બૌદ્ધિક પ્રમુખ દ્વારા પાથેય પૂરું પાડ્યું હતું આમ બે દિવસ સુધી ૨૦૫ કાર્યકર્તાઓએ આગિયાર સત્રોમાં જીવન ઉપયોગી અનેક વિષયો પર જ્ઞાન અને માર્ગદર્શન મેળવ્યું હતું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જૂનાગઢની ટીમે સુરેશભાઈ ખુમાણના નેતૃત્વમાં ખુબજ સુંદર વ્યવસ્થા કરી હતી અને ઘનશ્યામભાઈ પટેલે સમગ્ર પ્રશિક્ષણ વર્ગના આયોજનના તમામ સહભાગીઓ નો આભાર પ્રકટ કર્યો હતો.
