રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સૌરાષ્ટ્ર પ્રાંતનો પ્રશિક્ષણ બે દિવસીય અભ્યાસ વર્ગ સંપન્ન
મોરબીમાં સતવારા કર્મચારી મંડળનો સ્નેહમિલન સહિતનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
SHARE









મોરબીમાં સતવારા કર્મચારી મંડળનો સ્નેહમિલન સહિતનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળનો સ્નેહમિલન, નિવૃત થતા અને પ્રમોશન મળેલ કર્મચારીઓનો સન્માન સમારંભ મોરબી સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઇ એમ.કંઝારિયાના પ્રમુખ સ્થાને યોજવામાં આવેલ હતો આ પ્રસંગે આવેલ સર્વે મહેમાનોનું મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ મહેશભાઇ પરમારે શબ્દોથી સ્વાગત કરેલ હતું અને સતવારા કર્મચારી મંડળના કારોબારી સભ્યોએ પુષ્પગુચ્છથી મહેમાનોનું સ્વાગત કરેલ હતું
આ મંડળ દ્વારા ૨૦૦૬થી આર્ટ્સ ,કોમર્સ અને સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દર વર્ષે આશરે એક લાખના પુસ્તકો આપવામાં આવે છે. તેમજ દર વર્ષે નિવૃત્ત થતાં અને પ્રમોશન મળેલ કર્મચારીઓનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૦-૨૧ મા નિવૃત થતા કિશોરભાઈ જી.હડિયલ, દામજીભાઈ કે. પરમાર, દેવસીભાઈ ડી. નકુમ, દેવ કણભાઇ પી. કંઝારિયા, વીરજીભાઈ યુ. કંઝારિયા, અનિલભાઈ કે.નકુમ, લખમણભાઇ એમ. કંઝારિયા, પ્રકાશભાઈ એમ .સોનગરા, કાંતિલાલ એન. પરમાર. વગેરેનું સન્માન પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ બઢતી મળતાં રામજીભાઈ એચ. હડીયલ, રસિકભાઈ એચ. ચાવડા, નારણભાઈ ડી. કંઝારીયા, ગીરધરલાલ એમ.નકુમ અને કમલેશભાઈ એન. પરમાર વગેરેનું પ્રમુખ મહેશભાઇ પરમારે સન્માન કર્યું હતું
આ તકે નિવૃત થતા કર્મચારી કિશોરભાઈ હડીયલે કહ્યું હતું કે, સંસ્થા આવું સરસ કામ કરી રહી છે ત્યારે અમે ઋણી છીએ અને સમાજને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે સમાજ માટે અમે કામ કરવા તત્પર છીએ આ કાર્યક્રમના અધ્યક્ષ અને મોરબી સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઇ કંઝારિયાએ જણાવ્યુ હતું કે, કર્મચારી સમાજનો આગળ પડતો ક્રીમ વર્ગ છે. કોઇપણ સમાજની પ્રગતિના પાયામાં શિક્ષણ રહેલું છે. ત્યારે આપણો સમાજ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે બીજા સમાજની સરખામણીમાં હજુ પાછળ છે. આ સમાજને આગળ લેવા માટે, પ્રગતિ માટે, સમાજને મદદરૂપ બનવા માટે કર્મચારીએ સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.
આ પ્રસંગે જ્ઞાતિના જુદા જુદા મંડળના પ્રમુખો જેમાં સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડીયલ, સતવારા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાઘવજીભાઇ કંઝારિયા, સમસ્ત સતવારા એન્જિનિયરિંગ એસો.ના પ્રમુખ એલ.ડી. હડિયલ, મોરબી સતવારા મંડળના ઉપપ્રમુખ રમણીકભાઈ પરમાર વગેરે હાજર રહ્યા હતા અને અંતમાં સર્વે મહેમાનોનો આભાર રાહુલભાઈ પરમારે વ્યક્ત કર્યો હતો અને આ કાર્યક્રમનું સંચાલન સતવારા કર્મચારી મંડળના પ્રમુખ મહેશભાઈ એન. પરમાર અને મંત્રી ધીરુભાઈ પરમારે કર્યું હતું
