મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી


SHARE









મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી

મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટે લોકો આવી રહ્યા છે તેવામાં મંગળવારે સાંજે મોરબી અને માળીયા તાલુકાના જુદાજુદા ગામમાંથી અશ્વ પાલકો તેના અશ્વોને લઈને ઉપવાસી છાવણી ખાતે આવ્યા હતા અને ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન આપ્યું હતું અને ખેડૂત આંદોલનનો વહેલી તકે સુખદ અંત ન આવે તેના માટે સરકારને અશ્વ પાલકોએ વિનંતી કરી હતી. તેમજ ઉપવાસી છાવણીએ આવેલ ખેડૂતો અને મહિલાઓ દ્વારા ખેડૂત આંદોલનનો વહેલી તકે સુખદ અંત ન આવે તો આગામી સમયમાં આંદોલન પાર્ટ 3 શરૂ થશે અને ખેડૂતના ખેતરની અંદર ઊભા થયેલા વીજપોલને કાપી નાખવા સુધીની તૈયારી હોવાની ચીમકી ઉચ્ચારી છે.

મોરબીના જેતપર ગામે ખેડૂતોનું છેલ્લા 13 દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે તેવામાં આ આમરણાંત ઉપવાસ આંદોલનને સમર્થન આપવા માટે બાઈક, સ્કૂટર, ટ્રેક્ટર અને કાર રેલી યોજવામાં આવી હતી તેમજ જુદાજુદા સમાજ અને સંગઠનો ઉપવાસીઓને સમર્થન આપવામાં આવી રહ્યું છે. તેવામાં મંગળવારે સાંજે મોરબી અને માળિયા તાલુકાના જુદજુદ ગ્રામ્ય વિસ્તારમાંથી અશ્વ પાલકો પોતાના અશ્વ સાથે આવ્યા હતા અને ઉપવાસી છાવણી ખાતે અશ્વોને દોડાવ્યા હતા અને ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન આપ્યું હતું અને ખેડૂતો દ્વારા 13 દિવસથી વીજપોલના વળતર માટે જે આંદોલન કરવામાં આવી રહ્યું છે આ આંદોલનનો વહેલી તકે સુખદ આવે તેવો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવે તેવી અશ્વ પાલકોએ વિનંતી કરી હતી.

આજે ઉપવાસી છાવણી ખાતે આવેલા લોકોએ સરકારને સીધો પડકાર ફેંકતા કહ્યું છે કે હાલમાં ખેડૂતો દ્વારા 13 દિવસથી પોતાના હક મેળવવા માટે આંદોલન કરવામાં આવે છે તેમ છતાં તેઓને પૂરતું વળતર આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો નથી. જો સરકાર દ્વારા આ આંદોલનનો વહેલી તકે સુખદ અંત નહિ આવે તો આગામી સમયમાં આંદોલન પાર્ટ 3 શરૂ થશે અને ખાનગી વીજ કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં ઊભા કરવામાં આવેલા વીજ પોલ કાપી નાખવા પડે તો તેના માટેની ખેડૂતોની તૈયારીઓ છે આટલું જ નહીં પરંતુ આગામી વર્ષમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અગાઉ જે રીતે ખેડૂતોના કિંમતી અને પવિત્ર મત માગવા માટે થઈને સરકાર આવી હતી તેવી રીતે હવે આવશે તો જેમ અત્યારે ખેડૂતોને સરકાર તરફથી સહકાર નથી મળતો તેવી જ રીતે આગામી સમયમાં ખેડૂતો તરફથી સરકારને સહકાર નહિ મળે તેવી ખુલ્લી ચીમકી ઉચ્ચારી આવી છે






Latest News