વાંકાનેરના માટેલ રોડ ઉપર બાઈકમાંથી નીચે પટકાયેલ મહિલા ઉપર ટ્રક ફરી વળતા ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત: હળવદમાં અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ
Breaking news
Morbi Today

મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ


SHARE





મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ

મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર સમયાંતરે અશાંત ધારો લાગુ કરવા માટે થઈને રજૂઆતો કરવામાં આવતી હોય છે અને તે રજૂઆતના આધારે સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવે પછી અશાંત ધારો લાગુ પડે છે આજથી મોરબી શહેરની અંદર આવેલ મુખ્ય હાર્દ સમાન 4 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે અને હવે ટ્રે વિસ્તારોમાં કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર મિલકતોનું ખરીદ વેચાણ થઈ શકશે નહીં.

મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી મિલકતોનું આડેધડ વેચાણ થતું હોવાના કારણે કેટલીક સમસ્યાઓ ઊભી થતી હોય તેવું અગાઉ ધ્યાનમાં આવ્યું હતું જેના કારણે સ્થાનિક લોકો તથા વિવિધ સંગઠનો દ્વારા કલેક્ટરમાં રજૂઆતો કરીને જે તે વિસ્તારની અંદર અશાંતધારો લાગુ કરવામાં આવે તેના માટે થઈને માંગણી કરવામાં આવી હતી અને લોકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતોને ધ્યાને લઈને કલેક્ટર મારફતે સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવતી હતી અને સરકારમાંથી નોટિફિકેશન આવ્યા બાદ ચોક્કસ વિસ્તારમાં 5 વર્ષ સુધી અશાંત ધારો લાગુ કરવામાં આવતો હોય છે.

અગાઉ મોરબીના નવલખી રોડ ઉપર આવેલા સોસાયટી વિસ્તાર તથા દરબારગઢની આસપાસના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હતો ત્યારબાદ હાલમાં મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટ વિસ્તારમાંથી અશાંતધારો લાગુ કરવા માટે થઈને રજૂઆતો કરવામાં આવી હતી જેને ધ્યાને રાખીને સરકારમાં દરખાસ્ત કરી હતી જેના આધારે સરકારમાંથી ગઇકાલે તા 29/6/26 ના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેથી આ ચારેય વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે જેથી આ વિસ્તારમાં આવેલ મિલકતોનું ખરીદ વેચાણ હવે કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર થઈ શકશે નહીં.

ખાસ કરીને આ વિસ્તારમાં મિલકત ધરાવતા આસામીઓએ મિલકત વેચવાની હોય તો મિલકત કોને વેચવાની છે ? તે સહિતની વિગતો કલેકટર કચેરીમાં આપવી પડશે અને ત્યારબાદ ખરીદનાર અને વેચાણ કરનારની સુનવણી કર્યા બાદ મિલકતનું ખરીદ વેચાણ થઈ શકશે. ઉલેખનીય છે કે, જો અશાંતધારાનો ભંગ સાબિત થાય તો ત્રણથી પાંચ વર્ષ સુધી જેલની સજા અને દંડની જોગવાઈ છે અને કોઈપણ એક વિસ્તારમાં એક ધર્મના વ્યક્તિઓ બીજા ધર્મના વ્યક્તિઓની પ્રોપર્ટી વેચવા માંગતા હોય તો તેના માટેની જાણ કલેક્ટર કચેરીને કરવાની રહે છે ત્યારબાદ જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તપાસ કરવામાં આવે અને પોલીસ રિપોર્ટને ધ્યાને રાખીને સુનવણી કરીને કલેક્ટર દ્વારા આખરી નિર્ણય લેવામાં આવતો હોય છે.




Latest News