મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે


SHARE









રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે

1 જુલાઈના રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે શ્રી આર્યતેજ હોમિયોપેથી અને જનરલ હોસ્પિટલ તેમજ શ્રી આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજ-મોરબી દ્વારા જન આરોગ્ય સેવાના ઉદ્દેશ્યથી નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને હોમિયોપેથીક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પ 1 જુલાઈને બુધવારના રોજ સવારે 9 થી 12 વાગ્યા સુધી રામધન આશ્રમ, મહેન્દ્રનગર મોરબી ખાતે યોજાશે.આ કેમ્પમાં કોલેજના અનુભવી અને નિષ્ણાત હોમિયોપેથીક ડૉક્ટરો દ્વારા દર્દીઓની તપાસ કરી વિનામૂલ્યે દવા અને સારવાર આપવામાં આવશે.

આ કેમ્પમાં પથરી, પિત્તાશયની પથરી, હરસ-મસા, દમ (અસ્થમા), એલર્જી, ચામડીના વિવિધ રોગો, સોરાયસિસ, સફેદ ડાઘ, ખરજવું, શીળસ, ગાઉટ, સાંધાના દુખાવા, માઇગ્રેન, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, એસિડિટી-ગેસ, કબજિયાત, પેટના રોગો, ખરતા વાળ, વંધ્યત્વ, મહિલાઓમાં માસિકની અનિયમિતતા, સફેદ પાણી, બાળકોના વિવિધ રોગો, નબળી રોગપ્રતિકારક શક્તિ, પથારીમાં પેશાબ કરવાની સમસ્યા તેમજ વિવિધ માનસિક રોગો સહિત લાંબા સમયથી ચાલતા અને વારંવાર થતાં અનેક રોગોની હોમિયોપેથીક સારવાર ઉપલબ્ધ રહેશે. વધુમાં આયોજકોએ જણાવાયું છે કે હોમિયોપેથી પદ્ધતિ દ્વારા કુદરતી અને આડઅસર વિનાની સારવાર આપવામાં આવે છે. તેથી વધુમાં વધુ નાગરિકોએ આ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.




Latest News