મોરબીમાં સતવારા કર્મચારી મંડળનો સ્નેહમિલન સહિતનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
મોરબી એવન્યુ પાર્કમાં ગૌસેવાના લાભાર્થે યોજાયેલ કથામાં ૬.૨૫ લાખનું દાન આવ્યું
SHARE









મોરબી એવન્યુ પાર્કમાં ગૌસેવાના લાભાર્થે યોજાયેલ કથામાં ૬.૨૫ લાખનું દાન આવ્યું
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુપાર્ક સોસાયટી ખાતે એવન્યુ પાર્ક મહિલા મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનુ ગૌસેવાના લાભાર્થે આયોજન કરવામા આવ્યુ હતુ. આ કથા ભાગવતાચાર્ય સુહાગભાઈ દવેના વ્યાસાસને યોજાયેલ હતી અને ભાગવત સપ્તાહમા આવતા વિવિધ ધાર્મિક ઉત્સવો ભક્તિભાવ પૂર્વક ધામધૂમથી ઉજવવામા આવ્યા હતા. અને ગૌસેવાના લાભાર્થે આયોજીત સપ્તાહમા ૮.૫ લાખ જેટલી માતબર રકમ એકત્રિત થઈ હતી. જેમાંથી કથાનો ખર્ચ બાદ કરતા આશરે ૬.૨૫ લાખ જેટલી રકમ ગૌસેવામા ઉપયોગમા લેવામા આવશે.આ શ્રીમદ્ ભાગવત સપ્તાહને સફળ બનાવવા મીતાબેન જોશી, રમાબેન કોઠીયા, ગીતાબેન કૈલા, રિયાબેન ગ્વાલાણી, હેતલબેન જોશી, અનિતાબેન હીરાણી, ઝરણાબેન પંડ્યા, હેમાલીબેન રાચ્છ, જાગૃતિબેન કૈલા, શારદાબેન બારૈયા, હસુભાઈ ચંડીભમર, માવજીભાઈ બરાસરા, રમણીકભાઈ ચંડીભમર, દેવેન્દ્રભાઈ હિરાણી, પ્રવિણભાઈ સેતા, ભરતભાઈ ગ્વાલાણી, વિનુભાઈ કાથરાણી, સહીતનાઓ એ જહેમત ઉઠાવી હતી.આ શ્રીમદ્ ભાગવત સપ્તાહના સફળ આયોજન બદલ સોસાયટીના તમામ રહીશો તેમજ સહયોગીઓ, રોકડીયા હનુમાન મંદિરના મહંત તથા બજરંગ ધૂન મંડળનો આયોજકોએ અભિનંદન સહ આભાર વ્યક્ત કર્યો હતો. તેવું નિર્મિત કક્કડે માહિતી આપતા જણાવ્યુ છે
