મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબી શહેરના વોર્ડ નં.૩ સેવા સદન, કોર્ટ પરિસર, લાલબાગ સરકારી વસાહત, જાહેર ગાર્ડન તથા પાર્કિંગ વિસ્તારમાં તાત્કાલિક સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરાવવા રજૂઆત


SHARE





મોરબી શહેરના વોર્ડ નં.૩ સેવા સદન, કોર્ટ પરિસર, લાલબાગ સરકારી વસાહત, જાહેર ગાર્ડન તથા પાર્કિંગ વિસ્તારમાં તાત્કાલિક સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરાવવા રજૂઆત

મોરબી શહેરના વોર્ડ નં.૩ ખાતે આવેલા સેવા સદન, કોર્ટ પરિસર તથા લાલ બાગ સરકારી વસાહત વિસ્તારમાં હાલમાં પૂરતી સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ નથી.આ વિસ્તાર અત્યંત મહત્વનો સરકારી વિસ્તાર છે.જ્યાં વિવિધ સરકારી કચેરીઓ, સેવા સદન તેમજ કોર્ટ પરિસર આવેલ હોવાથી દરરોજ મોટી સંખ્યામાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, વકીલઓ, અરજદારો તથા સામાન્ય નાગરિકોની અવરજવર રહે છે.રાત્રિના સમયે પણ સરકારી અધિકારીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓ આ માર્ગોનો ઉપયોગ કરે છે.

લાલબાગ સરકારી વસાહતની બાજુમાં આવેલ જાહેર ગાર્ડનમાં દરરોજ સવારે તથા સાંજના સમયે સ્થાનિક રહેવાસીઓ, મહિલાઓ, વડીલો અને બાળકો આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ તથા ચાલવા માટે આવે છે. પરંતુ પૂરતા પ્રકાશના અભાવે રાત્રિના સમયે અસુરક્ષાની લાગણી અનુભવાય છે.વધુમાં, લાલ બાગના પાછળના ભાગમાં આવેલ પાર્કિંગ વિસ્તારમાં પણ સ્ટ્રીટ લાઇટનો અભાવ હોવાથી રાત્રિના સમયે સ્થાનિક રહેવાસીઓ, સરકારી અધિકારીઓ તથા અન્ય નાગરિકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને મહિલાઓ, બહેનો અને દીકરીઓ પણ આ વિસ્તારમાંથી પસાર થાય છે.પૂરતા પ્રકાશના અભાવે તેઓને કોઈપણ પ્રકારની હેરાનગતિ, અસુવિધા અથવા અનિચ્છનીય ઘટના બનવાની ભીતિ રહે છે. તેથી તેમની સુરક્ષા તથા નિર્ભય અવરજવર સુનિશ્ચિત કરવા માટે આ વિસ્તારમાં તાત્કાલિક સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવી અત્યંત જરૂરી છે.

સ્ટ્રીટ લાઇટની યોગ્ય વ્યવસ્થા થવાથી સમગ્ર વિસ્તારમાં જાહેર સુરક્ષામાં વધારો થશે।નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બનશે, સરકારી કચેરીઓમાં આવતા લોકો તથા સ્થાનિક રહેવાસીઓને રાત્રિના સમયે અવરજવર કરવામાં સરળતા રહેશે અને મહિલાઓ, બહેનો તથા દીકરીઓ પણ નિર્ભયતાથી અવરજવર કરી શકશે.જનહિત અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી સેવા સદન, કોર્ટ પરિસર, લાલ બાગ સરકારી વસાહત, જાહેર ગાર્ડન તથા લાલ બાગના પાછળના ભાગમાં આવેલા પાર્કિંગ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે પૂરતી સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરાવવા સંબંધિત વિભાગને જરૂરી સૂચનાઓ આપી વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા ડૉ.પ્રવીણ વઘાસિયા (વોર્ડ નં.૩ કોંગ્રેસ સમિતી) અને ચિંતન મહેશભાઈ રાજ્યગુરૂ (પ્રમુખ, મોરબી શહેર યુવા કોંગ્રેસ સમિતી) એ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરેલ છે. #morbi #મોરબી




Latest News