મોરબીના ઉમિયા સર્કલ પાસે બહુમાળીમાં ઊંચાઈએથી નીચે પટકાતાં ઇજા પામેલ મહિલા રાજકોટ સારવારમાં
મોરબીની અવની ચોકડીએ શાકભાજીની લારી રાખવા મુદ્દે દંપતીને મહિલા સહિત ત્રણે માર માર્યો
SHARE
મોરબીની અવની ચોકડીએ શાકભાજીની લારી રાખવા મુદ્દે દંપતીને મહિલા સહિત ત્રણે માર માર્યો
મોરબી શહેરની અવની ચોકડી પાસે શાકભાજીની લારી રાખવા મુદ્દે મારામારી થઈ હતી જેમાં દંપતીને ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હતો જેથી કરીને તેની સામે હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા મેઇન રોડ ઉપર આવેલ લાઇન્સનગરમાં રહેતા અને અવની ચોકડી પાસે શાકભાજીની લારી રાખતા છાયાબેન હરેશભાઈ દેલવાડીયા (૩૫) અને તેના પતિ હરેશભાઈ દીપકભાઈ દેલવાડીયા (૩૭) ને વનીતાબેન ભીખુભાઈ વિકાણી, અરવિંદભાઈ વિકાણી અને બલિયો વિકાણી નામના ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત દંપતીને સારવારમાં ખસેડવામાં આવ્યું હતું અને હાલમાં આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના ઘુટુ ગામે રહેતા પ્રકાશભાઈ બેચરભાઇ જાદવ (ઉંમર ૪૦) પોતાનું બાઇક લઇને મોરબી શહેરમાં આવેલ શાક માર્કેટની પાછળના ભાગમાં આવ્યા હતા ત્યારે તેઓને કોઇ અજાણ્યા વાહનની અડફેટે લીધું હતું જેથી કરીને પ્રકાશભાઈ બેચરભાઇ જાદવને ઈજા થઈ હોવાથી સારવાર માટે મધુરમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
સાઇકલ સ્લીપ
મોરબીના રવાપર કેનાલ રોડ ઉપર આવેલા આલાપ પાર્કમાંથી જેમીલ હેમલભાઈ રૈયાણી (ઉંમર વર્ષ ૯) રહે. રાજકોટ વાળો સાયકલ લઈને જઈ રહ્યો હતો ત્યારે તેની સાયકલ સ્લીપ થઈ જવાથી પડી ગયો હતો અને તેના ઈજા થઈ હોવાથી મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સાગર હોસ્પિટલ ખાતે સારવાર લઇ ગયા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી