મોરબીના ઉમિયા સર્કલ પાસે બહુમાળીમાં ઊંચાઈએથી નીચે પટકાતાં ઇજા પામેલ મહિલા રાજકોટ સારવારમાં
SHARE







મોરબીના ઉમિયા સર્કલ પાસે બહુમાળીમાં ઊંચાઈએથી નીચે પટકાતાં ઇજા પામેલ મહિલા રાજકોટ સારવારમાં
મોરબી શહેરના ઉમિયા સર્કલ પાસે બહુમાળીના બાંધકામમાં કામગીરી દરમિયાન મહિલા ઊંચાઈએથી નીચે પટકાઈ હતી જેથી કરીને તેને શરીરે ઇજાઓ થવાના કારણે મોરબીથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના ઉમિયા સર્કલ પાસે બહુમાળીનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે તે બહુમાળીમાં ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા સુનિતાબેન જયમલભાઈ ભુરીયા (ઉંમર ૩૫) નામની મહિલાને ઇજા થઇ હતી જેથી કરીને આ મહિલાને તાત્કાલિક મોરબીમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી અને ત્યાથી વધુ સારવાર માટે તેને રાજકોટ રીફર કરવામાં આવી છે જો કે, અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા હાલમાં બીટ જમાદાર દ્વારા રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે
અકસ્માતમાં ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર વિરાટનગર (રંગપર) પાસે રહેતા દિનેશભાઇ રાધેભાઈ ચૌહાણ (૩૦) પોતાનું બાઇક લઇને જઇ રહ્યા હતા ત્યારે રસ્તાના ખાડાના લીધે પડી જવાથી તેને ઈજા થઈ હતી જેથી કરીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે તેને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બાઇક સ્લીપ
મોરબી નજીકના લાલપર ગામે રહેતો સબ્બીર હબીબ નામનો ૧૮ વર્ષીય યુવાન પોતાનું બાઇક લઇને જઇ રહ્યો હતો ત્યારે લાલપર ગામ પાસે તેનું બાઈક થઈ ગયું હતું જેથી કરીને ઇજા થવાથી શબ્બીરને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
