માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં પતંગોત્સવમાં ઘાયલ પક્ષીઓની સારવાર કરશે જીવદયા ગ્રુપ


SHARE

















મોરબીમાં પતંગોત્સવમાં ઘાયલ પક્ષીઓની સારવાર કરશે જીવદયા ગ્રુપ

આગમી તા.૧૪-૧ ના રોજ પતંગોત્સવ એટલે કે ઉતરાયણનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે પતંગની દોરીથાટી ઘાયલ થયેલા કે પતંગની દોરીમાં ફસાયેલા પંખીઓની સારવાર-સુશ્રુક્ષા કરશે કર્તવ્ય જીવદયા ગૃપ.ગૃપે યાદીમાં જણાવ્યું છેકે પતંગ ચગાવતા સમયે પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ થતા હોય છે તેવા ઇજાગ્રસ્ત પક્ષીઓની જીવદયા ગ્રુપની ટીમ સારવાર કરશે.મોરબીના માઁ જીવદયા ગ્રુપે લોકોને અપીલ કરેલ છેકે જીવદયાને ધ્યાને લઇને પતંગોત્સવ ઉજવીએ. ઉતરાયણમાં ઘાયલ થયેલા કે ફસાયેલ પક્ષીઓની સારવાર માટે ટીમ કાર્યરત રહેશે. ઘાયલ પક્ષીઓ વિષે ગૃપના હેલ્પ લાઈન મોબાઇલ નંબર ૮૭૮૦૧ ૧૨૦૧૪ અથવા ૯૬૨૪૯ ૫૮૯૧૮ ઉપર ફોન કરીને અભીયાનમાં જોડાવા આહવાન કરાયેલ છે.

રેલવે ટ્રેકની આસપાસ પતંગ ન ઉડાડવા અંગે જાહેર સૂચના

રાજકોટ રેલવિભાગ દ્રારા સામાન્ય જનતાને જાણ કરવામાં આવે છે કે, રાજકોટ મંડળના તમામ અનુભાગો ઉપર ઓવરહેડ વોલ્ટેજ ઈલેક્ટ્રીક વાયર દ્વારા ૨૫,૦૦૦ વોલ્ટ ઉપર રેલ્વે ટ્રેકનું વીજળીકરણ કરવામાં આવી રહ્યું છે.ત્યાં ઓવરહેડ ટ્રેક્શન વાયરમાં ફસાયેલા પતંગ અને દોરાને દૂર કરવા જેવી પ્રવૃતિઓ જોવા મળે છે. જેના કારણે માનવ જીવન જોખમાય છે. ૨૫,૦૦૦ વોલ્ટના ઓવરહેડ ટ્રેક્શન વાયરમાં ફસાયેલી પતંગોને વાયરમાંથી બહાર નીકાળતી વખતે માનવ જીવન જોખમમાં મુકાઇ શકે છે અને ઓવરહેડ ટ્રેક્શન વાયર તૂટી શકે છે.જેના કારણે રેલ્વે ટ્રાફિક ગંભીર રીતે ખોરવાઈ શકે છે અને માનવ જીવનને નુકસાન થઈ શકે છે. વધુમાંએ પણ સૂચિત કરવામાં આવે છે કે, કેટલાક પતંગના દોરાઓ પર મેટાલિક પાવડર કોટિંગ કરવામાં આવે છે જેના કારણે ઓવરહેડ ટ્રેક્શન વાયરની આસપાસ પતંગ ઉડાવતી વખતે માનવ જીવનને નુકસાન થઈ શકે છે.તેથી,જનતાને વિનંતી કરવામાં આવેલ છે કે રેલ્વે સ્ટેશન ઉપર કે રેલ્વે ટ્રેકની નજીક પતંગ ઉડાવતી વખતે દોરામાં મેટાલિક પાવડરનો ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે તેનાથી માનવ જીવન જોખમમાં આવી શકે છે અને અન્ય લોકોને પણ આવું ન કરવાની સલાહ આપવામાં આવે છે.




Latest News