મોરબી : કોરોના વાયરસ કોવીડ-૧૯ મોરબી જિલ્લાના ૧૧ ઘરને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા
મોરબીવાસીઓની પ્રાથમિક જરૂરીયાત સમાન ૩૮ કરોડના પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજનાના કામો ત્વરિત મંજુર કરાવતાં બ્રિજેશ મેરજા
SHARE
મોરબીવાસીઓની પ્રાથમિક જરૂરીયાત સમાન ૩૮ કરોડના પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજનાના કામો ત્વરિત મંજુર કરાવતાં બ્રિજેશ મેરજા
નૂતન રાજય સરકારના માનનીય મુખ્યમંત્રીની નેમ મુજબ મોર્નીંગ એપ્લાય એન્ડ ઇવનીંગ રીપ્લાય કરીને આમજનતાના મુખ્ય જરૂરીયાતના કામો રોડ, વીજળી અને પાણી તેમજ ભૂગર્ભ ગટરના કામો સત્વરે મંજુર કરીને લોકોને સારામાં સારી સુવિધા આપવાની રીતિનીતિ ધ્યાનમાં રાખીને મોરબીના ધારાસભ્ય અને રાજયના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રીજેશ મેરજા દ્વારા મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલ આશરે ૧૧૫ જેટલા વાડી વિસ્તારમાં મુખ્ય પાયાની સુવિધા એવી પીવાનું પાણી પૂરું પાડવા અને ભૂગર્ભ ગટર વ્યવસ્થાની જરૂરીયાતને પરિપૂર્ણ કરવા મોરબી નગરપાલિકા કક્ષાએથી પીવાના પાણીની યોજનાના કામો અને ભૂગર્ભ ગટર યોજનાના કામોની નિયત દરખાસ્ત કરાવીને શહેરી વિકાસ વિભાગમાં સતત ફલોઅપ કરીને મુખ્યમંત્રી સમક્ષ પણ રજુઆત કરીને ગુજરાત શહેરી વિકાસ મિશન હેઠળ અંદાજે રૂા.૩૮.૩૫ કરોડના કામો મંજુર કરાવવાના આવેલ છે.આ કામો વહેલામાં વહેલી તકે હાથ ધરવામાં આવશે અને લોકોને સત્વરે સારામાં સારી પીવાના પાણી અને ભૂગર્ભ ગટરની સુવિધા ઉપલબ્ધ થશે તેમ યાદીમાં જણાવ્યું છે.