મોરબીના લાલપર પાસે આવેલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બુલેટની ચોરી
SHARE
મોરબીના લાલપર પાસે આવેલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બુલેટની ચોરી
મોરબી નજીક લાલપર ગામ પાસે આવેલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં બુલેટ પાર્ક કરીને મૂક્યું હતું જે બુલેટને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને હાલમાં યુવાનને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને બુલેટ ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં લાલપર ગામ પાસે આવેલ ઓરસન ઝોનમાં અજંતા એપાર્ટમેન્ટ્સની અંદર રૂમ નંબર ૬૦૧ રહેતા અશોકકુમાર રામસિંહ ચૌધરી (ઉંમર ૩૦) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બુલેટ ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેનું બુલેટ નંબર આરજે ૧૦ એસકયું ૪૧૭૩ અજંતા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરીને મૂક્યું હતું જે બુલેટ કોઈ અજાણ્યો શખ્સ ચોરી થઇ ગયેલ છે જેથી ૭૦ હજાર રૂપિયાની કિંમતના બુલેટની ચોરી કરવામાં આવી હોવાની યુવાને ફરિયાદ નોંધાવતાં મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે