મોરબીના લાલપર પાસે આવેલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બુલેટની ચોરી
મોરબીમાં આવેલ શ્રી રામ મોબાઈલ ટેલિકોમ નામની દુકાનમા આગ લાગતાં ૨૦ લાખથી વધુનું નુકશાન
SHARE
મોરબીમાં આવેલ શ્રી રામ મોબાઈલ ટેલિકોમ નામની દુકાનમા આગ લાગતાં ૨૦ લાખથી વધુનું નુકશાન
મોરબીમાં રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિરની સામેના ભાગમાં આવેલ વખત કોમ્પલેક્ષમાં ગઇકાલે રાતે દસેક વાગ્યાના અરસામાં શ્રી રામ મોબાઈલ ટેલિકોમ હોલસેલ મોબાઇલની દુકાનમાં આગ લાગી હતી અને આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેથી કરીને સીડી ઉપરથી ઉપરના ભાગે જઈ શકાય તેમ ન હતું ત્યારે આ ઘટનાની મોરબી પાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જેથી પાલિકાના ફાયર વિભાગની ટીમ ફાયર બ્રિગેડ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને આગ ઉપર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને લગભગ બે કલાકની જાહેમત બાદ આગા કાબુમાં આવી હતી અને આગ લાગવાથી દુકાન પાસે સીડીની બાજુમાં મૂકવામાં આવેલ સમાન બળીને ખાખ થઈ ગયો હતો. આ મુદે મોરબીના વસંત પ્લોટમાં રહેતા શ્રી રામ મોબાઈલ ટેલિકોમના માલિક સંજયભાઈ જગદીશભાઇ પૂજારા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, દુકાનની બહારના ભાગમાં સીડી પાસે કોઈ કારણોસર રાતે આગ લાગી હતી જેની પાલિકાના ફાયરને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયરની ટીમે ત્યાં આવીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો જેથી કરીને દુકાનમા રાખેલા નવા મોબાઈલ ફોનમાં ઓછી નુકશાની થયેલ છે જો કે, દુકાનનું ફર્નિચર સહિતનો માલ બળી ગયો હોવાથી અંદાજે ૨૦ લાખથી વધુનું નુકશાન થયું છે