ટંકારા પોલીસે રાજકોટમાં ચીલઝડપ કરનારા ગુનામાં નાસતા ફસતા રીઢા ગુનેગારને પકડ્યો
મોરબી જિલ્લામાં વિધાનસભાની ત્રણેય બેઠક ઉપર વિજયનો કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટની બેઠકમાં કર્યો સંકલ્પ
SHARE
મોરબી જિલ્લામાં વિધાનસભાની ત્રણેય બેઠક ઉપર વિજયનો કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટની બેઠકમાં કર્યો સંકલ્પ
મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટની આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મીટિંગ યોજાઇ હતી જેમાં આગામી ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેમાં મોરબી જીલ્લામાં ત્રણેય બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થશે તેવો વિશ્વાસ કોંગ્રેસના આગેવાનોએ વ્યક્ત કરેલ છે અને તેની સાથોસાથ ગુજરાતમાં કોંગ્રેસ સત્તા ઉપર આવશે ડીજાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ તમામ લોકો કે જેના કોરોના દરમિયાન અવસાન થયેલ છે તેના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે.
આગામી ૨૦૨૨ ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દરેક રાજકીય પક્ષો દ્વારા ગતિવિધિ શરૂ કરવામાં આવી છે ત્યારે જ વાત કરીએ તો મોરબી શહેરના સનાળા રોડ પર આવેલ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં મોરબી જિલ્લાના કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના પ્રભારી દિનેશભાઇ પરમાર, મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઇ પટેલ, મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના પ્રમુખ રાજુભાઇ આહીર, મોરબી જિલ્લાના મહામંત્રી વિનોદભાઇ ડાભી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારી, એલ.એમ.કંઝારીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
આ તકે ઓબીસી ડિપાર્ટમેન્ટમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી અને આ મીટીંગ પૂરી થયા બાદ પત્રકારો સાથે વાત કરતા પ્રભારી દિનેશભાઈ પરમારે જણાવ્યું હતું કે આગામી ૨૦૨૨ ની ચૂંટણીમાં મોરબી જિલ્લાની વિધાનસભાની ૩ બેઠક પર કોંગ્રેસ વિજય મેળવે તેના માટે થઈને આગેવાનોમાં પૂરો જુસ્સો જોવા મળી રહ્યો છે અને હાલ અત્યારે તમામ આગેવાનો કામે લાગી ગયેલ છે અને જો કોંગ્રેસ ગુજરાતમાં સત્તા ઉપર આવશે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ કોરોનાના લીધે મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારજનોને ચાર લાખ સુધીની સહાય કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે એવો સંકલ્પ પણ આ બેઠકમાં કરવામાં આવ્યો હતો.