હળવદનાં ચરાડવામાં રહેણાક મકાનમાથી ૨૯ બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
ટંકારા પોલીસે રાજકોટમાં ચીલઝડપ કરનારા ગુનામાં નાસતા ફસતા રીઢા ગુનેગારને પકડ્યો
SHARE
ટંકારા પોલીસે રાજકોટમાં ચીલઝડપ કરનારા ગુનામાં નાસતા ફસતા રીઢા ગુનેગારને પકડ્યો
ટંકારાની લતીપર ચોકડી પાસે ઉભેલા યુવાન શંકાસ્પદ જણાતા તેને અટકાવી પુછપરછ કરી હતી જેથી કરીને રાજકોટમા કિશોર વયે ચેનની ચીલઝડપ કરવામાં નાસતો ફરતો તેને કબુલાત આપી હતી જેથી તેની અટકાયત કરીને રાજકોટ પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો
ટંકારાની લતીપર ચોકડીએ ઉભેલ યુવાનની પોલીસે પૂછપરછ કરી હતી ત્યારે મૂળ ટંકારાના મોટા રામપર અને હાલમાં રાજકોટને કુબલિયાપરામા તે રહેતો હોવાનું સામે આવ્યું હતું અને પોતે સાતેક વર્ષ પૂર્વે એટલેકે કિશોર વયે રાજકોટમા ચિલઝડપ કરી હતી જે ગુનામાં તે નાસતો ફરતો હોવાનુ સામે આવ્યું હતું જેથી ટંકારા પોલીસે કિશોર વયે કરેલા ગુનામા યુવાનની અટકાયત કરીને આરોપીને રાજકોટ પોલીસને હવાલે કર્યો હતો. અને આ આરોપી મોરબી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં અગાઉ પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલ છે