આંદોલન વેગવંતુ: મોરબી જિલ્લાના વધુ 15 જેટલા ગામોમાં ભાજપના ઉમેદવારની પ્રવેશબંધીના બેનર લાગ્યા વાંકાનેરના રાતીદેવરી ગામે દુકાને કરિયાણું લેવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત 5 લોકોએ ધોકા-પાઇપથી માર માર્યો વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું મોરબી ખાતે મામલતદારની ખાલી જગ્યા ભરો :પી.પી.જોષી મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના વાત્સલ્ય સીવણ ક્લાસમાં તાલીમ લેનાર ૨૧ બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા


SHARE







મોરબીના વાત્સલ્ય સીવણ ક્લાસમાં તાલીમ લેનાર ૨૧ બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા

મોરબી શહેરમાં વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી તેમજ ગંગાસ્વરૂપ સહાય સમિતિના સંયુક્ત ઉપક્રમે ગત સપ્ટેમ્બર માસથી સ્વનિર્ભર થવા ઇચ્છતા બહેનો માટે વાત્સલ્ય સીવણ ક્લાસ શરૂ કરવામાં આવેલ.આ ક્લાસમાં ત્રણ માસની અંદર બેઝિક સિલાઈ કામ શીખવાડવામાં આવેલ.જેમાં પ્રથમ ક્લાસમાં ૨૧ બહેનોએ સફળતાપૂર્વક સીલાઈ કામનું જ્ઞાન મેળવી જાતે પગભર થયેલ જેના અનુસંધાને આ તમામ લાભાર્થી બહેનોને વાત્સલ્ય એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી અને ગંગાસ્વરૂપ સમિતિ દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિના પ્રેણતાં દેવકરણભાઈ આદ્રોજા, રણછોડભાઈ કૈલા, વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડો.પરેશ પારીઆ, ઉપપ્રમુખ નંદિની પારીઆ તેમજ ટ્રેનર જ્યોતિબેન ચાવડાએ તમામ લાભાર્થીઓને શુભ કામનાઓ પાઠવી હતી.






Latest News