મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદમાં રીક્ષા પલ્ટી મારી જતા ત્રણ વર્ષના બાળકનું મોત


SHARE









હળવદમાં રીક્ષા પલ્ટી મારી જતા ત્રણ વર્ષના બાળકનું મોત

હળવદની મોરબી ચોકડી પાસે રિક્ષા પલ્ટી મારી ગઈ હતી જે બનાવમાં પિતાની રિક્ષામાં બેઠેલા 3 વર્ષના બાળકને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, તે બાળકનું મોત નીપજયું  છે અને આ બનાવમાં મૃતક બાળકના પિતાને પણ ઇજા થઈ હતી  જેથી તેને પણ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવી છે.

હળવદમાં રહેતો આનંદ જયદેવભાઈ રાણેવાડીયા (3) નામનો બાળક ગઈકાલે તા. 17/7/26 ના રોજ સાંજે 7:30 વાગ્યે તેના પિતા જયદેવભાઈ રઘુભાઇ રાણેવાડીયાની રિક્ષામાં બેસીને જતો હતો. ત્યારે હળવદ ચાર રસ્તા પાસે, જોગણી માતાના મંદિર નજીક રીક્ષા પલ્ટી મારી જતા આનંદને માથે તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતાં તેને નજીકની હોસ્પિટલ બાદ મોરબી સિવિલે લાવ્યા હતા અહિં પ્રાથમીક સારવાર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં સારવાર દરમિયાન આનંદ રાણેવાડીયાનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવમાં મૃતક  બાળકના પિતા જયદેવભાઇને પણ ઇજાઓ થયેલ છે. અને મૃતક બાળક બે ભાઈમાં મોટો હતો. અને તેના પિતા રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અને પરિવાર બજારમાં ખરીદી કરવા માટે જતો હતો. ત્યારે રીક્ષા પલ્ટી મારી જતા આ ગોજારો બનાવ બન્યો હતો.




Latest News