વાંકાનેરના રંગપર ગામે અલગારી જીવન જીવતા યુવાને ઝેરી દવા પીને કર્યો આપઘાત
મોરબીની એલઇ કોલેજમાં ૨૨૦ થી વધુ યુવાનોનું વેકસીનેશન કરાયુ
SHARE
મોરબીની એલઇ કોલેજમાં ૨૨૦ થી વધુ યુવાનોનું વેકસીનેશન કરાયુ
સરકાર દ્રારા ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓને કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે મફત રસીકરણ આપવાના સરકારના ઉમદા નિર્ણયને આવકારીને અહીંની એલઇ.કોલેજના ડિપ્લોમા વિભાગ દ્વારા જિલ્લા આરોગ્ય કચેરી-મોરબી સાથે મળીને તા.૪ ના રોજ સંસ્થા ખાતે વેકસિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સંસ્થાના ૨૨૦ થી પણ વધુ ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓ તેમજ આસપાસના વિસ્તારના ૧૫ થી ૧૮ વર્ષના વયજુથના યુવાનોને આ રસીકરણ ડ્રાઇવ અંતર્ગત કોવેકસીનની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન સંસ્થાની જીમખાના સમિતિના એસ.એ.વિડજા, આર.જી.ચાવડા, વાય.બી.સતાપરા તેમજ એચ.એ.ચનિયારા અને વુમન ડેવલપમેન્ટ સેલના એસ.કે.રાઠોડ દ્વારા સંસ્થાના આચાર્ય ડી.બી.વાગડિયાના વડપણ હેઠળ કરવામાં આવ્યું હતું.તેમ રીતેષભાઇ લહેરૂએ યાદીમાં જણાવ્યું છે.