મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા
Breaking news
Morbi Today

મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા


SHARE







મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા

મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ 2 ડેમમાંથી મોરબી શહેર તથા મોરબી અને માળિયા તાલુકા વિસ્તાર ની અંદર પીવાના પાણીની સપ્લાય કરવામાં આવતી હોય છે આ ડેમમાં 24 કલાકમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ હોવાના કારણે આજે સવારે 6 વાગ્યે ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને ડેમના 4 દરવાજાને 7 ફૂટ સુધી ખોલીને 18,578 ક્યુસેક પાણીને નદીમાં છોડવામાં આવી રહ્યું છે જોકે નદીમાં પાણી છોડતા પહેલા સિંચાઈ વિભાગ દ્વારા મોરબી શહેર તથા મોરબી અને માળિયા તાલુકાના 29 ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં શુક્રવારે સવારથી લઈને શનિવારે સવાર સુધીના 24 કલાક દરમિયાન ખૂબ સારો વરસાદ થયો છે અને ખાસ કરીને મચ્છુ 2 ડેમની વાત કરીએ તો ડેમના ઉપરવાસમાં તેમજ તેના કેચમેટ વિસ્તારની અંદર 24 કલાકમાં પડેલા વરસાદના કારણે ડેમમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક શરૂ થઈ હતી અને ડેમ આજે સવારે 100 ટકા ભરાઈ ગયો છે જેથી કરીને સિંચાઈ વિભાગ દ્વારા ડેમના ચાર દરવાજાને સાત ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને 18,578 ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું છે

હાલમાં સિંચાઈ વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે શુક્રવારે સવારે 6:00 વાગ્યે મોરબીના મચ્છુ 2 ડેમની અંદર 1256 એમસીએફટી પાણી હતું એટલે કે આ ડેમ 40 ટકા ભરાયેલો હતો જોકે આજે શનિવારે 6 વાગ્યે ડેમ તેની પૂર્ણ સપાટી એટલે કે 3104 એમસીએફટી સુધી સો ટકા ભરાઈ ગયો છે જેથી ડેમના ચાર દરવાજાને સાત ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે જોકે ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈને નદીના પટમાં રહેલા ઝૂંપડામાં રહેતા લોકોને ત્યાંથી દૂર કરવામાં આવ્યા હતા.

તેમજ નદીના પટમાં કોઈ વ્યક્તિએ અવરજવર કરવી નહીં તેમજ માલધારીઓએ તેના માલ ઢોરને પણ સલામત સ્થળે રાખવા માટે થઈને સૂચના આપવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર 24 કલાકની અંદર ડેમમાં કુલ જળ જથ્થામાંથી 60 ટકા જેટલો જળ જથ્થો આવવાના કારણે ડેમ 100 ટકા ભરાઈ ગયો છે અને સવારે 6:00 વાગ્યાથી ડેમના ચાર દરવાજાને સાત ફૂટ સુધી ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે

હાલમાં સિંચાઈ વિભાગ દ્વારા જે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમાં જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર નદી, અમરેલી, વનાળીયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર, વીરવિદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ અને માળીયા મીયાણાનો સમાવેશ થાય છે.






Latest News