મોરબીના મહેન્દ્રપરામાં ભર શિયાળામાં ગટરના પાણી શેરી-ગલ્લીઓમાં ફરી વળ્યા: લોકોમાં ભારે રોષ
મોરબીના કોર્ટ કેમ્પસમાં માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત
SHARE
મોરબીના કોર્ટ કેમ્પસમાં માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત
મોરબી જિલ્લાના કોરોનાના કેસ વધી રહ્યા છે અને આજની તારીખે ૬૩ કોરોનાના એક્ટિવ કેસ મોરબી જીલ્લામાં છે ત્યારે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને મોરબીની કોર્ટમાં કામ કાજે આવતા તમામ વકીલો તેમજ અસિલોએ કોર્ટ કેમ્પસમાં માસ્ક પહેર્યા વગર પ્રવેશ કરવો નહીં તેમજ સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવા માટે જજે આપેલી સૂચનને અનુસરવા માટે મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખે જણાવ્યુ છે
ગુજરાત હાઇકોર્ટ તેમજ પ્રિંસિપાલ ડિસ્ટ્રીકટ જજની સૂચના અનુસાર મોરબી કોર્ટ કેમ્પસમાં માસ્ક પહેર્યા વગર પ્રવેશ કરવો નહીં. તેમજ સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેવું મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ જે.આર. જાડેજાએ જણાવ્યુ છે અને મોરબીની કોર્ટમાં કામ કાજે આવતા તમામ વકીલો તેમજ અસિલોએ આ સૂચનાને અનુસરવા માટે કહ્યું છે