મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કોરોનામાં તંત્રની નિષ્ફળતાની ન્યાયિક તપાસ-મૃતકોના પરિવારને ચાર લાખની સહાયની માંગ


SHARE











મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કોરોનામાં તંત્રની નિષ્ફળતાની ન્યાયિક તપાસ-મૃતકોના પરિવારને ચાર લાખની સહાયની માંગ

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કોરોનામાં અવસાન પામેલા લોકોના પરિવારને ચાર લાખની સહાય ચૂકવવાની માંગ કરેલ છે સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ કરવાની માંગ કરેલ છે 

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ પટેલ, પ્રભારી દિનેશભાઇ પરમાર, કે.ડી.પડ્સુંબિયા, મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેન અમુભાઈ હુંબલ, એલ.એમ.કંઝારીયા, મહેશભાઇ રાજ્યગુરુ, રમેશભાઈ રબારી, કે.ડી. બાવરવા સહિતના કોંગ્રેસનાં આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, કોવીડ-૧૯ મહામારી હાલમાં ઝડપી ફેલાવો રોકવા માટે તાત્કાલિક ગંભીર પગલાં લેવાની સરકારને ફરજ પડી છે ત્યારે રોજીદી આવક ઉપર નિર્ભર એવા ગરીબ લોકોની સંખ્યા ગુજરાતમાં એટલી બધી વિશાળ છે કે, તમામ આર્થિક પ્રવૃત્તિઓ બંધ કરી શકીએ નહી 

હાલના કટોકટીભર્યા સમયમાં કોવીડ-૧૯ મહામારીમાં ગુજરાત સરકારે ગુન્હાહિત બેદરકારી અને અણઘડ વહીવટ દ્વારા કોરોનાના કપરા કાળમાં હોસ્પિટલોમાં બેડદવાઓઇન્જેક્શનઓક્સીજન અને વેન્ટીલેટરના અભાવે ગુજરાતના ૩ લાખ કરતાથી વધુ લોકોના મૃત્યુ થયા છે અને ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવારમાં લાખો રૂપિયાની ઉઘાડી લુંટ ચલાવામાં આવી હતી સામાન્ય અને માધ્યમ વર્ગના પરિવારો આર્થિક પાયમાલીનો સામનો કરવો પડ્યો છે પશુ અને મનુષ્ય માટે ૫૦,૦૦૦ વળતરના એક સમાન ધારા ધોરણ જાહેર કરી ભાજપ સરકારે અસંવેદનશીલ સરકાર હોવાનું પુરવાર કર્યું છે 

કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોને અને મોંધી સારવારના કારણે આર્થિક રીતે પાયમાલ થયેલ લોકોને મદદરૂપ થવાના હેતુથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોવીડ -૧૯ ન્યાય યાત્રાનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવેલ છે આ યાત્રાનો હેતુ મહામારીમાં મૃતકોની વિગતો ઓનલઈન, વર્ચ્યુઅલ, મેમોરિયલ પર અપલોડ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવાનો તેમજ કોવીડ-૧૯ ન્યાય પત્રની ચાર માંગણીઓ છે જેમાં અવસાન પામેલ દરેક મૃતક માટે રૂપિયા ચાર લાખનું વળતર, કોવીડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડીકલ બિલ્સની રકમની ચુકવણી, સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ અને કોવીંડથી અવસાન પામેલ સરકારી કર્મચારીઓના સંતાન કે પરિવારજનો પૈકી કાયમી નોકરી જેવી માંગણીઓ કરવામાં આવી છે

ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૩ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ અંતર્ગતની જોગવાઈ મુજબ કુદરતી આપદા સમયે રાહત કે સહાયના ૪ લાખ રૂપિયા ચુકવવા પૈસા નથી પરંતુ બુલેટ ટ્રેનસેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટઉદ્યોગપતિઓના દેવા માફીએરોપ્લેન હેલીકોપ્ટર ખરીદવા માટે કરોડો રૂપિયા વેડફી રહી છે ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂણે ખૂણે જઈને કોરોના મૃતક પરિવારજનોને મળ્યા છે કોરોના મૃતક પરિવારજનો વતી કોંગ્રેસ પક્ષ માંગણી કરે છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ પ્રમાણે કોરોના મૃતક પરિવારોને રૂપિયા ચાર લાખની સહાય સરકાર તરફથી ચુકવવામાં આવે તે જરૂરી છે






Latest News