મોરબી જિલ્લામાં બુધવારે કોરોનાના નવા ૨૫ પોઝિટિવ કેસ નોંધાયા
SHARE
મોરબી જિલ્લામાં બુધવારે કોરોનાના નવા ૨૫ પોઝિટિવ કેસ નોંધાયા
મોરબી જિલ્લામાં દરરીજ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે તેવી જ રીતે ગઇકાલે લેવામાં આવેલા સેમ્પલમાથી કોરોનાના નવા ૨૫ કેસ સામે આવ્યા છે જેમાં એક વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે અને ગઇકાલના ૨૫ કેસ સાથે જીલ્લામાં આજની તારીખે એક્ટિવ કેસની સંખ્યા ૮૮ થઈ ગયેલ છે
મોરબી જિલ્લામાં બુધવારે ૧૪૬૨ લોકોના સેમ્પલ કોરોનાના ટેસ્ટ કરવા માટે લેવામાં આવ્યા હતા જેમાં નવા ૨૫ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે આ ૨૫ કેસમાં મોરબી તાલુકાનાં ૨૦, ટંકારા તાલુકાનાં ૪ અને માળીયા તાલુકાનાં એક કેસનો સમાવેશ થાય છે અને જે નવા કેસ આવેલ છે તેમાં મોરબીના કેનાલ રોડે આવેલ નિર્મલ વિદ્યાલયની ધો. ૧૨ ની વિદ્યાર્થિનીનો પણ સમાવેશ થાય છે