મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ગુજરાતના હાસ્ય કલાકાર હકાભા ગઢવીની ફોર્ચ્યુનર ગાડીના નદીમાં ખાબકી


SHARE









ગુજરાતના હાસ્ય કલાકાર હકાભા ગઢવીની ફોર્ચ્યુનર ગાડીના નદીમાં ખાબકી

ગુજરાતના પ્રસિદ્ધ હાસ્ય કલાકાર હકાભા ગઢવી માતાજીના મંદિરે દર્શન કરીને પરત પોતાના ઘર તરફ આવી રહ્યા હતા દરમિયાન ધાંગધ્રા તાલુકાના પીપળા અને બેસાબગઢ ગામની વચ્ચે તેઓની ગાડીની આડે સાપ આવ્યો હતો જેથી તેઓએ પોતાની ફોર્ચ્યુનર ગાડીના સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને ત્યાર બાદ તેઓની ગાડી રોડ સાઈડમાં આવેલ નદીમાં ખાબકી હતી જોકે પાછળ જ બીજી ગાડીમાં તેના મિત્રો આવી રહ્યા હોય તેઓએ તાત્કાલિક હકાભાને નદીમાં પડેલ તેની ગાડીમાંથી બહાર કાઢી લીધા હતા.

મોરબી જિલ્લાના હળવદ શહેરની અંદર રહેતા ગુજરાતના પ્રસિદ્ધ હાસ્ય કલાકાર હકાભા ગઢવી બેસાબગઢ ગામે આવેલ હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા અને ત્યાંથી તેઓ દર્શન કરીને પરત પોતાના ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓની ફોર્ચ્યુનર ગાડીની આજે સાપ આવ્યો હતો જેથી કરીને તેઓએ તેને બચાવવા જતા હકાભાએ ફોર્ચ્યુનર ગાડીના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો જેથી તેઓની ગાડી રોડ સાઈડમાં આવેલ નદીમાં ખાબકી હતી જોકે તેઓની ગાડીની પાછળના ભાગમાં જ અન્ય ગાડીમાં તેઓના મિત્ર આવી રહ્યા હતા જેથી તેઓએ તાત્કાલિક હકાભાને તેની ફોર્ચ્યુનર ગાડીમાંથી બહાર કાઢ્યા હતા આ બનાવમાં હકાભા ગઢવીને છાતીમાં અને શરીરે સામાન્ય ઇજાઓ થઈ હતી જો કે, હકાભાની ગાડીની પાછળ જ તેઓના મિત્રોની ગાડી આવી રહી હતી જેથી સદનસીબે મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી




Latest News