મોરબી જિલ્લામાં કમોસમી વરસાદના છાંટા: મિશ્ર ઋતુમાં રોગચાળાની દહેશત
SHARE
મોરબી જિલ્લામાં કમોસમી વરસાદના છાંટા: મિશ્ર ઋતુમાં રોગચાળાની દહેશત
મોરબી જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે કમોસમી વરસાદના છાંટા ગઇકાલે રાતથી શરૂ થયા છે જેથી મોરબી જીલ્લામાં વાતાવરણ ફરી ઠંડુગાર થઈ ગયું છે અને લોકો મિશ્ર ઋતુનો અહેસાસ કરી રહયા છે
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છમાં તા ૫ થી ૭ સુધીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ છેલ્લા બે દિવસથી જીલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ગઇકાલે રાતથી વાદળામાં કમોસમી વરસાદી છાંટા પાડવાનું શરૂ થયું છે અને હાલમાં પણ ધાબડિયું વરસાદી વાતાવરણ છે અને કમોસમી વરસાદના છાંટા પડી જ રહ્યા છે ત્યારે આ મિશ્ર ઋતુમાં રોગચાળો ફેલાઈ તેવી શક્યતા દેખાઈ રહી છે