મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો


SHARE









હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો

હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા યુવાનો મોબાઇલ ખોવાઈ ગયેલ હોય ત્યાંથી નીકળેલા શખ્સ ઉપર તેને શંકા પડતા તે શખ્સની વાડીએ યુવાને તેના મિત્ર સાથે પૂછવા માટે ગયો હતો દરમિયાન સામે વાળાએ બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ ફરી વખત સમાધાન કરવા માટે યુવાન અને તેનો મિત્ર વાડીએ ગયા હતા ત્યારે તે બંનેને ધારિયા અને ધોકા વડે માર મારીને ઇજા કરવામાં આવી હતી જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ ગયા હતા  ત્યારબાદ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા વિરલભાઈ રતિલાલ જાદવાણી (36) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાહુલ દેવશીભાઈ વડેચા અને જગદીશ દેવશીભાઈ વડેચા રહે. બંને નવા દેવળીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે તેનો મોબાઈલ ખોવાઈ ગયો હતો અને આરોપી રાહુલ વડેચા ત્યાંથી નીકળ્યો હોય તેના ઉપર શક પડતા આરોપીની વાડીએ ફરિયાદી તથા સાહેદ ફિરોજભાઈ પૂછવા માટે ગયા હતા અને ત્યારે આરોપીએ ફરિયાદી તથા સાહેદની સાથે ઝઘડો કર્યો હતો અને માર માર્યો હતો. ત્યારબાદ સમાધાન કરવા માટે તે બંને ફરી પાછા આરોપીની વાડીએ રાત્રિના ગયા હતા અને ત્યારે તેઓને ગાળો આપીને આરોપીઓએ ઢીકાપાટુનો માર પાડ્યો હતો અને બોલાચલી ઝઘડો કર્યો હતો ત્યારે જગદીશ વડેચા એ ફરિયાદીને ધારીયાથી ડાબા હાથના ખભા ઉપર માર મારીને ઈજા કરી હતી જ્યારે રાહુલ વડેચાએ ફિરોજભાઈને લાકડાના ધોકા વડે માર મારીને ફેક્ચર જેવી ઇજા કરી હતી આમ બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.




Latest News