મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ


SHARE









હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ

હળવદના મંગળપુર ગામની સીમમાં આવેલ ખેતરના શેઠે થાંભલા ઉભા કરવામાં આવ્યા હતા જે નડતર રૂપ હોવાથી બે મહિલાઓ તે થાંભલા કાઢવા માટે ગઈ હતી ત્યારે તેને થાંભલા કાઢવાની ના પાડ ને ગાળો આપી હતી તેમજ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્રણ લોકોને લોખંડના સળિયા અને પથ્થર વડે મારવામાં આવ્યો હતો જેથી પાંચેક વ્યક્તિઓને ઈજા થઈ હોય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

હળવદ તાલુકાના નવા વેગડવાઓ ગામે રહેતા અશ્વિનભાઈ ગોરધનભાઈ સોનાગ્રા (31) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગૌતમભાઈ છગનભાઈ કંઝારિયા, છગનભાઈ પોપટભાઈ કંઝારિયા, પ્રવીણભાઈ નરસિંહભાઈ કંઝારિયા, ચંદ્રેશભાઇ ઘનશ્યામભાઈ કંઝારિયા અને દલસુખભાઈ હેમુભાઈ કંઝારિયા રહે.બધા નવા વેગડવાવ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓના ખેતરમાં જવાના રસ્તે આરોપીના પરિવાર દ્વારા થાંભલા નાખેલા હતા જે નડતર રૂપ હોય ફરિયાદીના કાકી કાંતાબેન તથા ભાભી રમીલાબેન થાભલા કાઢવા માટે જતા તેને ગૌતમએ થાંભલા કાઢવાની ના પાડીને ગાળો આપી હતી તેમજ ગૌતમ અને છગનભાઈએ ફરિયાદીના કાકી અને ભાભી તથા ફરિયાદીના પિતાને ઢીકાપાટુનો માર માર્યો હતો જ્યારે પ્રવીણભાઈએ ફરિયાદીના કાકા વાસુદેવભાઈને લોખંડનો સળીયો મારીને પગે ઇજા કરી હતી અને ચંદ્રેશભાઇએ ફરિયાદીને પથ્થર મારીને જમણા હાથમાં ઇજા કરેલ છે તો દલસુખભાઈએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલને લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં પાંચ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે મારામારીના આ બનાવ સંદર્ભે અગાઉ સામા પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે હવે આ બનાવમાં વળતી ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News