મોરબીના રંગપર પાસે કારખાનાની ઓરડીમાં આર્થિક મૂંઝવણથી કંટાળીને મજૂરે કર્યો આપઘાત
મોરબીના કારખાનામાં મજૂરી કામ કરતી પરિણીતાને પતિએ પગાર આવે પછી વતનમાં જવાનું કહેતા કર્યો આપઘાત
SHARE
મોરબીના કારખાનામાં મજૂરી કામ કરતી પરિણીતાને પતિએ પગાર આવે પછી વતનમાં જવાનું કહેતા કર્યો આપઘાત
મોરબી તાલુકાના ચાંચાપર ગામ પાસે આવેલ રામેશ્વરનગરમાં આવેલ કારખાનાની અંદર રહેતી અને ત્યાં મજૂરી કામ કરતી પરણીતાને વતનમાં જવું હતું અને તેના પતિએ કારખાનામાંથી પગાર આવે ત્યાર બાદ હિસાબ કરીને જવાનું કહ્યું હતું જેથી કરીને લાગી આવતા મહિલાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હાલમાં પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ચાંચાપર ગામે રામેશ્વરનગરમાં આવેલ એન્ટી પોલીમર નામના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતા નાનાલાલ ગરવાલના પત્ની ધનકીબેન (ઉંમર ૨૨) એ પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાલમાં મોરબી તાલુકા પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાના લગ્નગાળો ત્રણ વર્ષનો છે અને તેને સંતાનમાં બે દીકરીઓ છે વધુમાં તપાસ કરતાં એએસઆઈ આર.બી. વ્યાસ સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, મૃતક મહિનાને વતનમાં જવું હતું અને તેના પતિએ પગાર આવે પછી હિસાબ કરીને વતનમાં જવાનું કહ્યું હતું જેથી કરીને લાગી આવતા મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે
યુવાનનું મોત
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સ્કાય ટચ નામના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતા મુકેશ દેવકરણભાઈ વારવા (ઉંમર ૨૬) ને ગઈકાલે કોઈ કારણોસર ચક્કર આવ્યા હતા અને ત્યારબાદ તેનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી