મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો


SHARE









હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો

હળવદ તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટીના સદસ્યનું અગાઉ માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું જેથી એક બેઠક ખાલી પડી હતી અને તેના માટે પેટા ચૂંટણી યોજાઈ હતી જેની આજે મતગણતરી કરવામાં આવતા મત પેટી ખુલતાની સાથે જ હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે અને ભાજપના ઉમેદવારનો 145 મતથી વિજય થયો છે

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર ગત જૂન મહિનામાં અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં કાર ડમ્પરમાં ઘૂસી ગઈ હતી અને બનાવમાં હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠકના સદસ્ય પ્રેમજીભાઈ દઢૈયાનું ગંભીર ઇજા થવાના કારણે મોત નિપજ્યું હતું જેથી હળવદ તાલુકા પંચાયતની આ બેઠક ખાલી પડી હતી ત્યારબાદ આ બેઠક માટે થઈને પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને તેનું મતદાન થયું હતું જો કે, આજ રોજ હળવદ મામલતદાર કચેરી ખાતે મત ગણતરી કરવામાં આવી હતી ત્યારે ઇવીએમમાં પડેલા મતોની ગણતરી કરવામાં આવતા મત ગણતરી પૂરી થતાની સાથે જ ભાજપના ઉમેદવાર ભરતભાઈ નંદેસરીયાનો 145 મતે વિજય થયો છે આમ રણછોડગઢ બેઠક આમ આદમી પાર્ટી પાસેથી ભાજપે આંચકી લીધેલ છે




Latest News