આંદોલન વેગવંતુ: મોરબી જિલ્લાના વધુ 15 જેટલા ગામોમાં ભાજપના ઉમેદવારની પ્રવેશબંધીના બેનર લાગ્યા વાંકાનેરના રાતીદેવરી ગામે દુકાને કરિયાણું લેવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત 5 લોકોએ ધોકા-પાઇપથી માર માર્યો વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું મોરબી ખાતે મામલતદારની ખાલી જગ્યા ભરો :પી.પી.જોષી મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે ઘરમાં રમતા રમતા ગરમ પાણીની ડોલમાં પડી જવાથી દાઝી ગયેલા બાળકનું મોત


SHARE







મોરબીના બેલા ગામે ઘરમાં રમતા રમતા ગરમ પાણીની ડોલમાં પડી જવાથી દાઝી ગયેલા બાળકનું મોત

મોરબી તાલુકાના બેલા ગામે ઘરમાં રમતા રમતા ગરમ પાણીની ડોલમાં બાળક પડી ગયો હતો જેથી ત્રણ વર્ષના બાળક ગંભીર રીતે દાઝી ગયો હોવાથી તેને સારવાર માટે ખસેડાયો હતો અને સારવાર દરમિયાન આ બાળકનું મોત નીપજ્યું છે જેથી અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના બેલા ગામે રહેતા ભરતભાઈ સોલંકીનો ત્રણ વર્ષનો દિકરો જીગ્નેશ ગત તા. ૨૦/૧૨/૨૧ ના રોજ સવારે દસેક વાગ્યાના અરસામાં રમતા રમતા ઘરમાં ગરમ પાણીની ડોલમાં પડી ગયો હતો જેથી કરીને જીગ્નેશ શરીરે ગંભીર રીતે દાઝી ગયો હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર કારગત નહીં નિવડતા તા.૬/૧/૨૨ ના રોજ સવારે ૧૦;૩૦ કલાકે તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News