મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

હળવદના જુના ઇશનપુર ગામે જમવા બાબતે બોલચાલી કરીને યુવાનને 3 શખ્સોએ માર માર્યો


SHARE







હળવદના જુના ઇશનપુર ગામે જમવા બાબતે બોલચાલી કરીને યુવાનને 3 શખ્સોએ માર માર્યો

હળવદના જુના ઇશનપુર ગામે રહેતા યુવાને તેના મિત્રને નાસ્તો કરાવ્યો હતો ત્યાર બાદ યુવાનને તેનો મિત્ર પોતાના ઘરે જમવા લઈ ગયો હતો અને ત્યાર બાદ યુવાનના મિત્રના ભાઈ યુવાનને ઘરે જમવા લઈ જવાનું કહ્યું હતું ત્યારે યુવાને ઘરે જમવા લઈ જવાની ના કહી હતી જેથી ત્રણ શખ્સોએ મળીને યુવાનને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

હળવદના જુના ઇસનપુર ગામે રહેતા હરસિદ્ધચંદ્ર લધાભાઈ મકવાણા (29)હાલમાં લાલાભાઇ પરમાર રહે. કીડી, હીરાભાઈ ડાયાભાઈ સોલંકી અને સુનિલભાઈ ગોવિંદભાઈ પરમાર રહે. બંને જુના ઇસનપુર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીલાલાભાઇ પરમારના ભાઈને અગાઉ નાસ્તો કરાવ્યો હતો ત્યાર બાદ લાલભાઈનો ભાઈ તેણે પોતાના ઘરે જમવા માટે લઈ ગયો હતો અને ત્યાં તેઓ જમતા હતા ત્યારે લાલભાઈ આવી ગયા હતા અને બોલાચાલી થયેલ હતી ત્યાર બાદ આરોપી લાલભાઈએ ફરિયાદીને તેના ઘરે જમવા લઈ જવાનું કહ્યું હતું ત્યારે ફરિયાદી ઘરે જમવા લઈ જવાની ના કહી હતી જેથી આરોપી લાલભાઈને સારું નહીં લાગતા તેણે ફરિયાદીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ છાતીમાં માર માર્યો છે જ્યારે આરોપી સુનિલભાઈ અને હીરાભાઈએ ફરિયાદીને ગાળો આપીને પકડી રાખ્યા હતા જેથી આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News