કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના કુલીનગરમાં યુવાને ઘરમાં પ્લાસ્ટિકના વાયરથી ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત


SHARE













મોરબીના કુલીનગરમાં યુવાને ઘરમાં પ્લાસ્ટિકના વાયરથી ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ કુલીનગરમાં રહેતા યુવાને પોતાના ઘરના ઉપરના માળે અાવેલા રૂમમાં પ્લાસ્ટિકના વાયર વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ કુલીનગર શેરી નંબર-૧ માં રહેતા શબ્બીરભાઈ ગફુરભાઈ અજમેરી જાતે મુસ્લિમ (ઉંમર ૪૪) એ પોતાના ઘરની અંદર પ્લાસ્ટિકના વાયર (ઈલેક્ટ્રીક વાયર) થી ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો જેથી કરીને તેમના મૃતદેહને મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલા આયુષ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી હતી.બનાવની તપાસ ચલાવી રહેલા એએસઆઇ વી.ડી.મેતાના જણાવ્યા પ્રમાણે મૃતક શબ્બીરભાઇ થોડા માનસિક અસ્વસ્થ હતા અને તેમને ત્રણ સંતાનો હોય અને પોતે હાલ કંઈ કામ ધંધો કરતા ન હોય અને તે ગઈકાલે કોઈ માનસિક આવેશમાં આવીને તેઓએ અંતિમ પગલું ભરી લીધું હોવાથી તેમનું મોત નિપજયુ હતુ અને આ અંગે આગળની તપાસ ચાલુ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામ નજીકના સિરામિક સિટી વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ મનુભાઈ અગ્રાવત નામનો ૪૫ વર્ષીય યુવાન કારખાનેથી બાઈક લઈને ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત મહેન્દ્રભાઇને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા ખાડા વિસ્તારમાં રહેતી મદીનાબેન હાસમભાઇ ફકીર નામની ૧૫ વર્ષીય સગીરાને ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી. તેમજ જેતપરના નવાપરા વિસ્તારમાં રહેતા રાજેશ બચુભાઇ દેગામા નામના ૨૮ વર્ષીય યુવાનને બાઈક સ્લીપ થઈ જવાના બનેલા બનાવમાં ઇજાઓ થવાથી તેને પણ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.






Latest News