મોરબીમાંથી ચોરાઉ એક્ટિવા સાથે પોલીસે રીઢા ચોરને દબોચ્યો
SHARE
મોરબીમાંથી ચોરાઉ એક્ટિવા સાથે પોલીસે રીઢા ચોરને દબોચ્યો
મોરબીના દરબારગઢ તરફથી શહેરમાં આવી રહેલા સ્કૂટર ચાલકને રોકીને પોલીસે ચેક કર્યો હતો અને તેની પાસે રહેલા એક્ટિવના કાગળો માંગ્યા હતા બાદમાં પોકેટકોપ દ્વારા સર્ચ કરતા આ સ્કૂટર મોરબીમાથી ચોરી કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું જેમાં સ્કૂટર ચોરાઉ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે અગાઉ ૧૧ ચોરીના ગુનામાં પકડાયેલા રીઢા ચોરને ચોરી કરેલ સ્કૂટર સાથે ઝડપી લઈને આગળની કાર્યવાહી કરેલ છે
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને રાખવામા આવેલ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સી.સી.ટી.વી. કેમેરા તેમજ એસપી કચેરીમાં કાર્યરત નેત્રમ સી.સી.ટી.વી કેમેરા થકી ચોરીના બનાવો અટકાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે અને સી.સી.ટી.વી કેમેરાથી મોરબી શહેર વિસ્તારમાં શંકાસ્પદ ઇસમો તેમજ નંબર પ્લેટ વગરના મોટરસાયકલો ઉપર વોચ રાખવામા આવતીઉ હોય છે તેમજ અગાઉ ચોરીઓના ગુન્હામા પકડાયેલ ઇસમ શંકાસ્પદ જણાતા સર્વેલન્સના માણસો દ્વારા તાત્કાલિક કામગીરી કરવામાં આવતી હોય છે દરમ્યાન આશીફભાઇ રાઉમા તથા શકિતસિંહ પરમારને સંયુકત ખાનગીરાહે બાતમી મળી હતી કે, મોરબી મચ્છુમાતાના મંદીર તરફથી મકરાણીવાસ રામઘાટ તરફ રીઢો ગુનેગાર નંબર પ્લેટ વગરનું કાળા કલરનું એકટીવા સ્કૂટર લઈને નિકળનાર છે
જેથી સ્ટાફ વોચમાં હતો અને દરબારગઢ તરફથી હકિકત વાળુ સ્કૂટર નિકળતાને એક શખ્સ આવ્યો હતો જેથી તેને રોકીને પૂછપરછ કરતાં તેનું નામ હાજીભાઇ અકબરભાઇ માણેક જાતે મીયાણા (ઉ.૨૬) રહે. વીશીપરા વાડી વિસ્તાર વાળો હોવાનું સામે આવ્યું હતું અને તેની પાસે એકટીવાના કાગળો માંગ્યા હતા અને એન્જીન તેમજ ચેસીસ નંબર આધારે પોકેટકોપ દ્વારા સર્ચ કરતા આ સ્કૂટર મોરબીમાથી ચોરી કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું અને આરોપીએ લાતી પ્લોટ શેરી નં.૧ પાસેથી સ્કૂટરની ચોરી કરેલા હોવાની કબુલાત આપી હતી જેથી ૩૦,૦૦૦ ની કિંમતના સ્કૂટરને કબજે કરીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી અને આ શખ્સ અગાઉ મોરબી સીટી એ ડીવીઝનમાં ૩, મોરબી તાલુકામાં ૩, વાંકાનેર તાલુકામાં ૨, સુરેન્દ્રનગર સીટીમાં ૧, ગાંધીધામમાં ૧ અને રાજકોટ સીટી બી ડીવીઝનમાં ૧ ચોરી કરી હોવાનું પોલીસે જણાવ્યુ છે