મોરબી જીલ્લામાંથી ૬ ગુનેગારો પાસા હેઠળ જેલ હવાલે કરાયા
SHARE
મોરબી જીલ્લામાંથી ૬ ગુનેગારો પાસા હેઠળ જેલ હવાલે કરાયા
મોરબી જીલ્લામાં જુદાજુદા પોલીસ મથકોમાં અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા ૬ શખ્સોની સામે પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતાની સાથે જ પોલીસે ૬ શખ્સોને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કર્યા છે
મોરબી જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મારામારી, પ્રોહીબીશન, ચોરી વિગેરે ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી અને તેને મંજૂર કરવામાં આવતા ૬ ગુનેગારોના પાસા વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યા હતા જે આરોપીઓને એલ.સી.બી.ને માર્ગદર્શન હેઠળ સ્ટાફે કામગીરી કરીને મોરબી સીટી એ ડિવી, ટંકારા, માળીયા મીયાણા, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી પાસા વોરંટની બજવણી કરી હતી અને ૬ ગુનેગારને પાસા હેઠળ લાજપોર (સુરત), મધ્યસ્થ જેલ અમદાવાદ અને પોરબંદર જેલમાં મુકલી આપેલ છે જે આરોપીઓને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે તેમાં સલીમ ઉર્ફ સલો જુસબભાઇ કટીયા રહે. મચ્છીપીઠ, શેરી નં-૨, મોરબી, નીજામ જુસબભાઇ કટીયા રહે. મચ્છીપીઠ શેરી નં-૨, મોરબી, ગૌતમ ઉર્ફ ગવો ટપુભાઇ ડાભી રહે. લાલપર પ્રિયા ગોલ્ડ સીરામીક મોરબી, રાકેશભાઇ દેવજીભાઇ મકવાણા રહે. મોરથરા તાલુકો થાનગઢ, ધમેન્દ્રસિંહ ઉર્ફે ધમો દિલુભા ઝાલા રહે. મેઘપર (ઝાલા) તાલુકો ટંકારા, જલ્પેશ ઉર્ફે જપો વિનોદભાઇ ખાખી રહે. મોટા દહીંસરા તાલુકો માળીયા મિ. અને ગૌતમ ટપુભાઇ ડાભી રહે. લાલપર પ્રિયા ગોલ્ડ સીરામીક મોરબી વાળાની સમાવેશ થાય છે