કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાંથી ચોરાઉ એક્ટિવા સાથે પોલીસે રીઢા ચોરને દબોચ્યો


SHARE













મોરબીમાંથી ચોરાઉ એક્ટિવા સાથે પોલીસે રીઢા ચોરને દબોચ્યો

મોરબીના દરબારગઢ તરફથી શહેરમાં આવી રહેલા સ્કૂટર ચાલકને રોકીને પોલીસે ચેક કર્યો હતો અને તેની પાસે રહેલા એક્ટિવના કાગળો માંગ્યા હતા બાદમાં પોકેટકોપ દ્વારા સર્ચ કરતા આ સ્કૂટર મોરબીમાથી ચોરી કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું જેમાં સ્કૂટર ચોરાઉ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે અગાઉ ૧૧ ચોરીના ગુનામાં પકડાયેલા રીઢા ચોરને ચોરી કરેલ સ્કૂટર સાથે ઝડપી લઈને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને રાખવામા આવેલ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સી.સી.ટી.વી. કેમેરા તેમજ એસપી કચેરીમાં કાર્યરત નેત્રમ સી.સી.ટી.વી કેમેરા થકી ચોરીના બનાવો અટકાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે અને સી.સી.ટી.વી કેમેરાથી મોરબી શહેર વિસ્તારમાં શંકાસ્પદ ઇસમો તેમજ નંબર પ્લેટ વગરના મોટરસાયકલો ઉપર વોચ રાખવામા આવતીઉ હોય છે તેમજ અગાઉ ચોરીઓના ગુન્હામા પકડાયેલ ઇસમ શંકાસ્પદ જણાતા સર્વેલન્સના માણસો દ્વારા તાત્કાલિક કામગીરી કરવામાં આવતી હોય છે દરમ્યાન આશીફભાઇ રાઉમા તથા શકિતસિંહ પરમારને સંયુકત ખાનગીરાહે બાતમી મળી હતી કેમોરબી મચ્છુમાતાના મંદીર તરફથી મકરાણીવાસ રામઘાટ તરફ રીઢો ગુનેગાર નંબર પ્લેટ વગરનું કાળા કલરનું એકટીવા સ્કૂટર લઈને નિકળનાર છે

જેથી સ્ટાફ વોચમાં હતો અને દરબારગઢ તરફથી હકિકત વાળુ સ્કૂટર નિકળતાને એક શખ્સ આવ્યો હતો જેથી તેને રોકીને પૂછપરછ કરતાં તેનું નામ હાજીભાઇ અકબરભાઇ માણેક જાતે મીયાણા (ઉ.૨૬) રહે. વીશીપરા વાડી વિસ્તાર વાળો હોવાનું  સામે આવ્યું હતું અને તેની પાસે એકટીવાના કાગળો માંગ્યા હતા અને એન્જીન તેમજ ચેસીસ નંબર આધારે પોકેટકોપ દ્વારા સર્ચ કરતા આ સ્કૂટર મોરબીમાથી ચોરી કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું અને આરોપીએ લાતી પ્લોટ શેરી નં.૧ પાસેથી સ્કૂટરની ચોરી કરેલા હોવાની કબુલાત આપી હતી જેથી ૩૦,૦૦૦ ની કિંમતના સ્કૂટરને કબજે કરીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી અને આ શખ્સ અગાઉ મોરબી સીટી એ ડીવીઝનમાં ૩મોરબી તાલુકામાં ૩વાંકાનેર તાલુકામાં ૨સુરેન્દ્રનગર સીટીમાં ૧ગાંધીધામમાં ૧ અને રાજકોટ સીટી બી ડીવીઝનમાં ૧ ચોરી કરી હોવાનું પોલીસે જણાવ્યુ છે 






Latest News