વાંકાનેર નજીકથી ૪ કિલો ગાંજા સાથે ઝડપાયેલા ત્રણ આરોપીના ૧૦ મી સુધી રિમાન્ડ મંજૂર
SHARE









વાંકાનેર નજીકથી ૪ કિલો ગાંજા સાથે ઝડપાયેલા ત્રણ આરોપીના ૧૦ મી સુધી રિમાન્ડ મંજૂર
મોરબી જીલ્લાના વાંકાનેર ચોટીલા હાઈવે ઉપર આવેલ મેસરીયા ચેક પોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમ્યાન રિક્ષાને રોકીને પોલીસે ચેક કરી હતી જે રિક્ષામાંથી ૪ કિલો ગાંજા સાથે ત્રણ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે ગાંજો, રીક્ષા અને બે મોબાઈલ મળીને ૧,૧૮,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ શખ્સો સુરતથી ગાંજનો જથ્થો લઈને આવ્યા હોવાનું સામે આવ્યું હતું જે આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે આરોપીના તા ૧૦ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે
મોરબીથી ચોટીલા તરફ જવાના રસ્તા ઉપર આવતાં મેસરીયા ગામ પાસે મેસરિયા ચેકપોસ્ટ નજીક મોરબી જિલ્લા એસઓજી તેમજ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ત્યાંથી પસાર થતી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૬૪૧૭ ને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે આ રીક્ષામાંથી ચાર કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસ રીક્ષામાં બેઠેલ જાદવ ઉર્ફે ભીમાભાઇ રામભાઈ મુંધવા (૨૦) રહે. અમરનાથ સોસાયટી મિતુલભાઈ પટેલના દવાખાનાની સામે, રાજુભાઈ રતનભાઈ શર્મા જાતે પંડિત (૩૬ રહે. લાલપર ગામે જીતુભાઈ પટેલના મકાનમાં મૂળ રહે. નાગદા જકશન જૂની કોટા ફાટક રામ મંદિર સામે એમપી તેમજ બળદેવભાઈ વિરમભાઈ ગમારા (૩૦) રહે. હાલ આરોગ્યનગર કૈણાભાઈના મકાનમાં મૂળ રહે. રફાળેશ્વર વાળાની ધરપકડ કરેલ હતી અને આ ગાંજાનો જથ્થો રાજુભાઈ રતનભાઈ શર્મા અને બળદેવ વિરમભાઈ ગમારા ગાંજાનો સુરતથી લઇને આવ્યા હતા અને ચોટીલાથી જાદવ ઉર્ફે ભીમાભાઇ રિક્ષામાં ગાંજાનો જથ્થા રાખીને મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે વાહન ચેકિંગ દરમિયાન ગાંજાના જથ્થા સાથે ત્રણેય આરોપીને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવેલ હતા આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના તા ૧૦ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે
