મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રીટર્ન કેસમાં આરોપીને કોર્ટે એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ ફટકાર્યો


SHARE













મોરબીમાં ચેક રીટર્ન કેસમાં આરોપીને કોર્ટે એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ ફટકાર્યો

મોરબીમાં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સાદી સજા અને ચેકની રકમ રૂપીયા પાંચ લાખના ડબલ રકમ રૂપીયા ૧૦ લાખનો દંડ કરવામાં આવેલ છે તેમજ ફરીયાદીને રૂપીયા પાંચ લાખ ફરીયાદ દાખલ કર્યા તારીખથી વસૂલ થતાં સુધી ૯ ટકા વ્યાજ સહીત વળતર ચૂકવાકોર્ટે હુકમ કરેલ છે

મોરબી તાલુકાનાં આંદરણા ગામે રહેતા ફરીયાદી રાજેશભાઈ ટપુભાઈ મારવાણીયાને આરોપી હિતેન્દ્ર લાલજીભાઇ ડઢાણીયા રહે. રવાપર રોડ, મોરબીવાળાએ પાંચ લાખ રૂપીયા હાથુછીના લીધેલા હતા જે રકમ વસૂલ આપવા આરોપીએ રૂપીયા પાંચ લાખનો ચેક આપેલો હતો જે ચેક પરત ફરતા ફરીયાદીએ આરોપી સામે ચેક રીટર્ન થયા અંગેની નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની ફરીયાદ કરી હતી અને મોરબીના ચીજ જ્યુડી. મેજીસ્ટ્રેટ એ.એન. વોરાની કોર્ટમાં વર્ષ ૨૦૧૯ માં દાખલ કરવામાં આવેલ કેસ ચાલી જતા ફરીયાદીના એડવોકેટ જી.ડી.વરીયાએ કરેલી ધારદાર દલીલ અને કાયદાની જોગવાઇઓના આધારે ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ એ.એન.વોરાઆરોપી હિતેન્દ્ર લાલજીભાઇ ડઢાણીયાને એક વર્ષ સાદી કેદની સજા અને ચેકની રકમની ડબલ રકમ એટલે કે ૧૦ લાખ રૂપીયાનો દંડ કર્યો હતો અને તે દંડમાંથી ફરીયાદીને રૂપીયા પાંચ લાખ ફરીયાદ દાખલ કર્યા તારીખથી વસૂલ થતાં સુધી ૯ ટકા વ્યાજ સહીત વળતર ચૂકવવા તથા આરોપી સામે પકડ વોરંટ તથા સજા વોરંટ ઇશ્યૂ કરવાનો હુકમ કર્યો હતો તથા જામીનદારની સામે રીકવરી વોરંટ ઇશ્યૂ કરવું અને રેવન્યુ ખાતામાં જામીનની રકમનો બોજો નાખવા યાદી કરવાનો હુકમ કર્યો હતો આ કેસમાં ફરીયાદી તરફે વકીલ તરીકે જી.ડી.વરીયા, બી.કે.ભટ્ટ તથા જે.આર.જાડેજા રોકાયેલા હતા






Latest News