મોરબીમાં ચેક રીટર્ન કેસમાં આરોપીને કોર્ટે એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ ફટકાર્યો
મોરબીમાં આજે પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને કોરોનાની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઇ
SHARE









મોરબીમાં આજે પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને કોરોનાની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઇ
મોરબી કલેકટર કચેરી ખાતે પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્ય મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી. આ બેઠકમાં પ્રભારી મંત્રીએ જિલ્લા વહીવટી તંત્રને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ.
આ બેઠકમાં પ્રભારી મંત્રી દેવાભાઈ માલમે જણાવ્યું હતુ કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરના સામના માટે રાજ્ય સરકારના દિશા-નિર્દેશો અનુસાર મોરબી જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ બન્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓ અંગે સંતોષ વ્યક્ત કરી કામગીરીમાં કોઈ કચાસ ન રહે તે જોવા તાકીદ કરી તમામ વિભાગોને સંકલનમાં રહી કામગીરી કરવાના નિર્દેશો આપ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, નોડલ અધિકારી ડો. વારેવાડિયાએ જિલ્લાની પરિસ્થિતિ વિશે માહિતી આપતા જણાવ્યું કે, કોરોનાની સંભવિત સ્થિતિને ધ્યાનમાં લઈને જિલ્લામાં કોરોના માટેના અલગ બેડ, ઓક્સિજન ટેન્ક, ઓક્સિજન કોન્સન્ટ્રેટર સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પ્રજાને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તે માટે અગમચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. અને આર.ટી.પી.સી.આર. ટેસ્ટીંગ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લેબ કાર્યરત છે અને એન્ટીજન કીટનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ માટે આરોગ્ય વિભાગની ટીમો કામ કરી રહી છે.
આ બેઠકમાં હળવદના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેકટર એન.કે.મુછાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મિતાબેન જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ, પ્રાંત અધિકારીઓ ડી.એ.ઝાલા તેમજ શેરસીયા, મુખ્ય જિલ્લા અરોગ્ય અધિકારી જે.એમ.કતીરા, ડીસીએચ દુધરેજીયા, આરએમઓ સરડવા, જિલ્લા અયોજન અધિકારી બગીયા, જિલ્લા શિક્ષણાધિકારી સોલંકી, ડો.વારેવડીયા, ડૉ.કારોલીયા સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
