મોરબીના ઉંચી માડલ પાસે ચક્કર આવતા પડી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત માળિયા (મી)ના નાના દહીસરા ગામના પાટીયા પાસે ટ્રક ડમ્પરના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા દંપતીનું મોત મોરબીના લજાઈ પાસે બોલેરો-બાઇક અથડામણ, ત્રણ લોકો સારવાર મોરબીમાં વીજ કંપનીનો જર્જરિત વીજ પોલ તૂટી પડતાં ઇજા પામેલ વૃદ્ધા સારવારમાં વિશ્વ કક્ષાના ઉદ્યોગની કમર તૂટી જશે: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં 11 રૂપિયાનો વધારો, કારખાના બંધ થવાના સંકેત મોરબીના રંગપર નજીક કારખાનાના કવાર્ટરોમાંથી 7 મોબાઈલની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા મોરબીના વોર્ડ નં. 1 માં ચાલતા વિકાસ કામોનું નિરીક્ષણ કરીને મેયર સહિતના પદાધિકારીઓએ કરી સમિક્ષા મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા જન્માષ્ટમીની ભક્તિમય અને રંગારંગ ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

વિશ્વ કક્ષાના ઉદ્યોગની કમર તૂટી જશે: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં 11 રૂપિયાનો વધારો, કારખાના બંધ થવાના સંકેત


SHARE





વિશ્વ કક્ષાના ઉદ્યોગની કમર તૂટી જશે: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં 11 રૂપિયાનો વધારો, કારખાના બંધ થવાના સંકેત

મોરબીના સિરામિક ઉદ્યોગકારો માટે આગળ ખાઈ અને પાછળ કૂવા જેવો ઘાટ સર્જાયો છે કેમ કે, નેચરલ ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ચાલુ મહિને નેચરલ ગેસના ભાવમાં 11 રૂપિયાનો પ્રતિ ક્યુબિક મિતરે ભાવ વધારો કરવામાં આવેલ છે જેથી કરીને ઉદ્યોગકારો પોતાના કારખાનામાં મોંઘા ભાવનો નેચરલ ગેસ અથવા તો પ્રોપેન ગેસ વાપરીને કારખાના કેવી રીતે ચાલુ રાખવા તે પ્રશ્ન ઉભો થયો છે કેમ કેહાલમાં લોકલ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ટાઇલ્સની ડિમાન્ડ ન હોવાથી માલ વેંચવો કોને તે પ્રશ્ન છે. અને જો આવીને આવી સ્થિતિ રહી તો સંભવતઃ આ મહિનામાં ઘણા બધા સિરામિક કારખાના બંધ કરવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો પણ નવાઈ નથી

મોરબીની આસપાસના વિસ્તારમાં સીરામીક ઉદ્યોગ પથરાયેલો છે અને ત્યાં બનતી સિરામિક પ્રોડક્ટને દેશના દરેક રાજ્યમાં તથા વિદેશમાં મોકલવામાં આવતી હોય છે જોકે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે જે યુદ્ધ શરૂ થયું ત્યાર પછીથી મોરબીના સિરામિક ઉદ્યોગની માઠી શરૂ થઈ હોય તેવો ઘાટ સર્જાયો છે કારણ કે ઇંધણ તરીકે વપરાતો નેચરલ અને પ્રોપેન ગેસની પહેલા બે મહિના સુધી સપ્લાય ઠપ્પ થઈ ગઈ હતી જેથી ઉદ્યોગ બંધ થઈ ગયો હતો ત્યારબાદ નેચરલ અને પ્રેપેન ગેસના ભાવમાં લાકડા જેવો વધારો કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ ઉદ્યોગકારોએ પોતાના ઉદ્યોગને મોંઘા ભાવનો ગેસ લઈને શરૂ કર્યો હતો અને ત્યારે માલ મહિના સુધી માર્કેટમાં આવેલ ન હોવાથી ડિમાન્ડ હતી પરંતુ હાલમાં માર્કેટમાં ડિમાન્ડ ન હોવાથી ઉધ્યોગકારોને ટકવું કેવી રીતે તે સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે

મોરબીના સિરામિક ઉદ્યોગકરો પોતાના કારખાનાની અંદર પ્રોપેન અને નેચરલ ગેસનો ઉપયોગ કરીને સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરતા હોય છે જોકે, નેચરલ ગેસની પાઇપલાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે નજીવા ભાવે મોરબીના ઉદ્યોગકારોને નેચરલ ગેસ મળશે તેવી જાહેરાત થઈ હતી જો કેચાલુ મહિનામાં નેચરલ ગેસના ભાવમાં ગુજરાત ગેસ કંપની દ્વારા પ્રતિ ક્યુબિક મીટર ગેસના ભાવમાં 11 રૂપિયાનો વધારો કરવામાં આવેલ છે  એટલેક કે તા 31/6 સુધી જે ગેસ ઉદ્યોગકારોને 79 રૂપિયાના ભાવથી મળતો હતો તે તા. 1/9 થી 90 રૂપિયાના ભાવથી મળી રહ્યો છે અને તેના ઉપર 6 ટકા ટેક્સ લગતા આજની તારીખે મોરબીના ઉદ્યોગકારોને 95.4 રૂપિયા પ્રતિ કયુબિક મીટરના ભાવથી ગેસ મળી રહ્યો છે. જો કે, આ 8300 સિવિ મુજબનો ભાવ હોય છે તેવી માહિત મોરબી સિરામિક એસો.ના પ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાત પાસેથી મળેલ છે.

મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સામાન્ય રીતે ચોમાસાના મહિના દરમિયાન દેશના દરેક રાજ્યમાં માલની ડિમાન્ડ ઓછી હોય છે તેવી જ રીતે હાલમાં લોકલ માર્કેટમાં સિરામિક પ્રોડક્ટની ડિમાન્ડ છે નહીંવત છે અને યુદ્ધની પરિસ્થિતિ બાદ માસિક એક્સપોર્ટ થતું હતું તે 50 ટકા જેટલું થઈ ગયું હતું અને ત્યારબાદ કન્ટેનરના ભાડામાં વધારા સહિતના પરિબળોને લીધે હાલમાં એક્સપોર્ટ ઘટીને માત્ર 20 ટકાની અંદર આવી ગયું છે જો આવીને આવી પરિસ્થિતિ રહી તો આગામી સમયમાં મોરબીના કેટલાક  ઉદ્યોગકારોએ પોતાના કારખાનાઓને ના છૂટકે બંધ કરવા પડે તેવી શક્યતાઓ છે મોરબી સિરામિક ઉદ્યોગકારો પાસેથી મળતી વિગત પ્રમાણે લગભગ 20 જેટલા કારખાના આ મહિનાથી જ બંધ કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં આ આંકડો વધે તેવી પૂરેપૂરી શક્યતા છે




Latest News