આંદોલન વેગવંતુ: મોરબી જિલ્લાના વધુ 15 જેટલા ગામોમાં ભાજપના ઉમેદવારની પ્રવેશબંધીના બેનર લાગ્યા વાંકાનેરના રાતીદેવરી ગામે દુકાને કરિયાણું લેવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત 5 લોકોએ ધોકા-પાઇપથી માર માર્યો વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું મોરબી ખાતે મામલતદારની ખાલી જગ્યા ભરો :પી.પી.જોષી મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક કારખાનામાં ભાગીદારી છૂટી કરવાને લઈને બે પરિવાર વચ્ચે મારામારી: સામસામી ફરિયાદ


SHARE







મોરબીમાં સિરામિક કારખાનામાં ભાગીદારી છૂટી કરવાને લઈને બે પરિવાર વચ્ચે મારામારી: સામસામી ફરિયાદ

મોરબી નજીકના નીચી માંડલ ગામ પાસે આવેલ સિરામિક કારખાનામાં ભાગીદારીનો ભાગ લેવા માટે મારા મારિનો બનાવ બન્યો હતો અને બંને પક્ષે સામસામે મારામારી કરી હતી બાદમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામસામી ફરીયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર જી.આઈ.ડી.સી. પાસે આવેલ નકલંક પાર્કમાં રહેતા સાધનાબેન ગીરીશભાઈ લિખિયા (૩૬)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હંસાબેન કાંતિભાઈ જેઠલોજા અને કાંતિભાઈ જેઠલોજા રહે, પીપળી ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે, કારખાનામાં ભાગ લેવા બાબતે વાતચીત કરવા માટે તેઓ કારખાને ગયા હતા ત્યારે વાતચીત દરમિયાન ઉશ્કેરાઈ જઈને હંસાબેન તથા કાંતિભાઈએ તેઓને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે જેથી સાધનાબેનની ફરિયાદના આધારે પોલીસે હંસાબેન અને કાંતિભાઈની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે તો સામાપક્ષેથી હંસાબેન કાંતિભાઈ જેઠલોજા (૫૨) રહે. નવી પીપળીવાળા એ હાલમાં સાધનાબેન ગીરીશભાઈ લિખિયા અને મુક્તાબેન દેવશીભાઇ લિખિયા રહે. બંને મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે મારા મારીના બનાવમાં ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે અને કારખાનામાં ભાગીદારી બાબતે સામસામે મારામારીનો બનાવ બનતાં પોલીસે બંને તરફથી ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News