મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના કડિયાણા ગામે છોટાહાથીના ચાલકે હડફેટે લેતા ઘરેથી મંદિરે જતાં વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત


SHARE









હળવદના કડિયાણા ગામે છોટાહાથીના ચાલકે હડફેટે લેતા ઘરેથી મંદિરે જતાં વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત

હળવદના કડિયાણા ગામે ભરવાડ વાસ પાસેથી વૃદ્ધા ચાલીને પસાર થઈ રહી હતી ત્યારે છોટાહાથી વાહનના ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં વૃદ્ધાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના કડીયાણા ગામે ભરવાડ વાસમાં રહેતા રાયમલભાઈ રમુભાઈ ઠુંગા (36)એ છોટા હાથી નં. જીજે 36 વી 0624 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી હળવદ હાઇવે રોડ ઉપર કડિયાણા ગામે ભરવાડ વાસની સામેના ભાગમાં રોડ ઉપરથી તેઓના માતા કમુબેન રમુભાઈ ઠુંગા (65) ચાલીને પોતાના ઘરેથી મંદિરે જઇ રહ્યા હતા ત્યારે છોટા હાથીના ચાલકે બેદરકારીથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ફરિયાદીના માતાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના માતાને માથાના ભાગે ગંભીએ ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકીને નાસી ગયેલ હોય આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધાના દીકરાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે છોટા હાથીને ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News