મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ
મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક
SHARE
મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક
મોરબી ખવાસ રજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરાયું હતું જેમાં ધોરણ ૧ થી ૧૨ તેમજ કોલેજમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વિશેષ સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
મોરબી ખવાસ રજપૂત સમાજના ટ્રસ્ટી ભરતભાઈ રાઠોડ, હરીશભાઈ જાદવ, હિતેશભાઈ મકવાણા તથા યુવા પ્રમુખ મુળુભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનાર પ્રતિભાઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં લજાઈ ગામના તાલુકા કારોબારી સદસ્ય જગદીશભાઈ ગંગારામભાઈ સોલંકી, મોરબી મહાપાલિકાના કોર્પોરેટર ક્રિષ્નાબેન ઓમપ્રકાશ પરમાર, GTU ગોલ્ડ મેડાલિસ્ટ વિવેક ઉમેશભાઈ પરમાર, ડૉ.જુહી જીતેન્દ્રભાઈ પરમાર (BHMS) તથા ડૉ. વર્ષા વિજયભાઈ સોલંકી (BAMS) નો સમાવેશ થાય છે. આ પ્રસંગે સમાજના સંગઠનને વધુ મજબૂત બનાવવા રાકેશભાઈ કનૈયાલાલ રાઠોડની ખવાસ રજપૂત સમાજના નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ સમારંભમાં સમાજના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ, મહેનત, શિસ્ત અને સંસ્કાર સાથે જીવનમાં ઉચ્ચ લક્ષ્ય પ્રાપ્ત કરવા પ્રેરણા આપવામાં આવી હતી. આ કાર્યક્રમ સમાજની શૈક્ષણિક પ્રગતિ અને પ્રતિભાઓને પ્રોત્સાહન આપતો પ્રેરણાદાયી પ્રસંગ બની રહ્યો હતો.