મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન
SHARE
મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન
મોરબીમાં શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા જ્ઞાતિમાં નોંધાયેલ સભ્યો માટે સમૂહ ભોજન સમારોહનુ આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટેના નિ:શુલ્ક ભોજન પાસનું હાલમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને જ્ઞાતિમાં નોંધાયેલ સભ્યોએ પાસ મેળવી લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે.
મોરબીમાં આગામી તા. 20/09/2026 ના રોજ સાંજે 5:30 થી 8:30 વાગ્યા સુધી ઔદિચ્ય જ્ઞાતિ યુવા મંડળ મોરબી તરફથી સર્વે જ્ઞાતિજનો માટે ભોજન સમરોહનુ આયોજન કરવામાં આવ્યું છે વધુમાં સંસ્થાના પ્રમુખ અને કારોબારી સભ્યએ જણાવ્યુ છે કે, આ ભોજન સમરોહ માટે તા. 7/9/2026 થી નિ:શુલ્ક પાસનું વિતરણ શરૂ કર્યું છે અને આગામી તા. 18/9/2026 સુધી પાસનું વિતરણ ચાલુ રાખવામા આવશે. જેથી કરીને ભોજન શાળાએ સવારે 10:00 થી 12:00 અને સાંજે 5:00 થી 7:00 વાગ્યા સુધીમાં સમયસર આવીને ભોજન પાસ મેળવી લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે. ખાસ કરીને શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા આ કાર્યક્રમ જ્ઞાતિના યુવાનો એકબીજાને ઓળખે, પરિચય કેળવે, પરસ્પર ભાતૃભાવના વિકસે તેના માટે આ ભોજન સમારોહનું આયોજન કર્યું છે.