સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે
SHARE
સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે
સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજના 28 માં મહાઅધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 19 અને 20 ના રોજ રાજકોટ ખાતે આ મહાઅધિવેશન યોજાશે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ, રાજકોટ જીલ્લા દ્વારા સમાજના ભાઈઓ-બહેનોને એક મંચ ઉપર લાવીને સમાજની એકતા, પ્રગતિ અને વિકાસની ચર્ચા કરવામાં આવશે.
આ મહાઅધિવેશન રાજકોટના જામનગર રોડ ઉપર આવેલ પરાપીપળીયા પાટિયા નજીક રેલ્વે ફાટક પાસે આવેલ અવસર પાર્ટી પ્લોટ ખાતે રાખવામા આવ્યું છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છના બ્રહ્મસમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં આવશે જેથી આ કાર્યક્રમમાં બહાર ગામથી આવતા મહેમાનો માટે રહેવા-ઉતારાની વ્યવસ્થા પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવેલ છે ખાસ કરીને આ મહાઅધિવેશનમાં સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ શહેરોમાંથી સમાજના પ્રતિનિધિઓ, આગેવાનો, સંતો-મહંતો અને વિવિધ ક્ષેત્રમાંથી સમાજના આગેવાન ભાઈ બહેનો હાજર રહેશે.
આ મહાઅધિવેશનના પ્રેરણાદાતા અભયભાઈ ભારદ્વાજ અને છેલભાઈ જોશી છે જો કે, મહા અધિવેશનના ઉદ્ઘાટક તરીકે આચાર્ય ઘનશ્યામ મહારાજ (ભુવનેશ્વરી પીઠ ગોંડલ), સંત જેન્તિરામ બાપા (સતપુરાણ ધામ ઘુનડા), સંત ભક્તિપ્રસાદ સ્વામી (ખીરસરા), નરેન્દ્રભાઈ જોશી (રાજકોટ), વિજયગુરુ જોશીજી (માલસર ગજાનંદ આશ્રમ) અને ધર્મગુરુ આચાર્ય અંકિત રાવલ (રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શિરોહી રાજસ્થાન) હાજર રહેશે અને મહાઅધિવેશનના પ્રમુખ વિજયભાઈ બુજડ તેમજ ચૂંટણી નિરીક્ષક ભુપતભાઈ પંડ્યા. મિલનભાઈ શુકલ અને ચિંતનભાઈ ભટ્ટ તેમજ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ટ્રસ્ટી મંડળના પ્રમુખ અનિલભાઈ મહેતા સહિતના અનેક આગેવાનો હાજર રહેશે
આ કાર્યક્રમમાં સંગઠનને મજબૂત બનાવવા માટેની તેમજ સમાજના વર્તમાન પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. આ બે દિવાસીય મહાઅધિવેશનમાં પહેલા દિવસ તા 19 ને શનિવારે બપોરે 4 વાગ્યાથી વિચારવિમર્શ સમિતિની બેઠક, 7 વાગ્યે ભોજન અને રાતે 9 વાગ્યે લોકડાયરો યોજાશે તો બીજા દિવસ તા 20 ને રવિવારના રોજ સવારે 9 વાગ્યે મહાઅધિવેશનના કાર્યક્રમનું ઉદ્ઘાટન, 10 વાગ્યે આમંત્રિત મહેમાનો તેમજ સાધુ સંતોનું સન્માન, 11 વાગ્યે વિચાર વિમર્શ સમિતિની બેઠક ત્યાર બાદ સંતોના આશીર્વાદ અને અંતમાં ભોજન પ્રસાદ યોજાશે