મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોર ઉપાડીને 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની ચોરીના ગુનામાં પકડાયેલ પિતા-પુત્ર જેલ હવાલે
SHARE
મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોર ઉપાડીને 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની ચોરીના ગુનામાં પકડાયેલ પિતા-પુત્ર જેલ હવાલે
મોરબીના સરદાર રોડ ઉપર આવેલ રાધા કૃષ્ણ જ્વેલર્સ નામની દુકાને તસ્કરે નિશાન બનાવી હતી અને દુકાનની દીવાલમાં બાકોર પાડીને દુકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા ચાંદીનો ભંગાર આમ કુલ મળીને 17.24 લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવૂ હતી જેથી સોની વેપારીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે મોરબીના વાવડી રોડ પર આવેલ શ્રીજી પાર્ક વિસ્તારમાં રહેતા પિતા પુત્રની ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે ધરપકડ કરેલ હતી અને તે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે
મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે સરદાર રોડ ઉપર આવેલ ખારા કુવા વાળી શેરીમાં રહેતા દીપકભાઈ જયંતીભાઈ માંડલિયા (45)એ થોડો દિવસ પહેલા અજાણ્યા શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે, ગત તા. 5/9 ના રોજ રાત્રિના પોણા ત્રણેક વાગ્યાના અરસામાં કોઈ અજાણ્ય શખ્સ દ્વારા તેઓની સરદાર રોડ ઉપર આવેલ રાધા કૃષ્ણ જ્વેલર્સ નામની દુકાનની દિવાલમાં બાકોર પાડવામાં આવ્યું હતું અને ત્યાંથી દુકાનમા પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાં રાખવામાં આવેલા સોના ચાંદીના દાગીના તથા ભંગારમાંથી 24 ગ્રામ સોનાના દાગીના જેની કિંમત 2.74 લાખ રૂપિયા તથા 6 કિલો 250 ગ્રામ ચાંદીના દાગીના જેની કિંમત 12.50 લાખ તથા ચાંદીનો 1 કિલો 500 ગ્રામ ભંગાર જેની કિંમત 2 લાખ રૂપિયા આમ કુલ મળીને 17.24 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી સોની વેપારીની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી મોરબી એ ડિવિજનના પીઆઇ વાય.બી.જાડેજાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં મોરબીના વાવડી રોડ ઉપર આવે શ્રીજી પાર્ક ખાતે ભાડાના મકાનમાં રહેતા કરીમભાઈ હાસમભાઈ માણેક (53) તથા તેના દીકરા મુસ્તાકભાઈ કરીમભાઈ માણેક (24)ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલ 17.24 લાખનો સોના ચાંદીનો મુદ્દામાલ તથા ચોરીના ગુનામાં વપરાયેલ બાઈક નંબર જીજે 36 એએમ 7998 જેની કિંમત 50,000 રૂપિયા આમ કુલ મળીને 17.74 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે વધુમાં ડીવાયએસપી જે.એમ.આલની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, સોની વેપારીની દુકાનમાંથી ચોરી કરેલ મુદામાલ આરોપીઓએ પોતાના ઘરની અંદર ભોંયતળીયામાં બનાવેલ પાણીના ટાંકામાં છુપાવી રાખ્યો હતો જેને પોલીસ દ્વારા કબજે કર્યો હતો અને એ ડિવિઝન પોલીસે રિમાન્ડની માંગણી સાથે આરોપીને કોર્ટમાં રજૂ કર્યા હતા જો કે, કોર્ટે રિમાન્ડ મંજૂર ન કરતાં બંને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે.









