મોરબીમાં પ્રેમલગ્ન કર્યા બાદ પત્નીને તેના માવતરીયા ન મોકલતા યુવાને ઝેરી દવા ગટગટાવી
SHARE









મોરબીમાં પ્રેમલગ્ન કર્યા બાદ પત્નીને તેના માવતરીયા ન મોકલતા યુવાને ઝેરી દવા ગટગટાવી
મોરબીના માળિયા મિંયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રહેવાસી યુવાને મોરબીમાં છાત્રાલય રોડ નજીક ઝેરી દવા પી લેતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હતો.સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુવાને થોડા સમય પહેલાં મોરબીની યુવતી સાથે રજીસ્ટર મેરેજ કર્યા છે પરંતુ યુવતીના પરિવારજનો યુવતીને મોકલતા ન હોય તેમજ આ 'સંબંધ' ન રાખવા માંગતા હોવાથી તે વાતનું માઠુ લાગી આવતા યુવાને ઉપરોકત પગલું ભરી લીધું હોવાનું ખુલ્યું હતું.
મોરબી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળિયા મિંયાણા તાલુકાના કુંતાસી ગામના રહેવાસી સંદીપ પ્રભુભાઈ મુંદડીયા જાતે પટેલ (ઉંમર વર્ષ ૨૪) નામના યુવાને મોરબીના છાત્રાલય રોડ ઉપર આવેલ રાધે-ક્રિષ્ના સ્કૂલ નજીક ઝેરી દવા પી લેતા તેને અહીંની મંગલમ હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવ સંદર્ભે જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ તપાસ હાથ ધરી હતી.જેમાં ખૂલ્યું હતું કે સંદીપ મુંદડીયાએ મોરબીની રહેવાસી યુવતી સાથે થોડા સમય પહેલાં રજીસ્ટર મેરેજ કરી લીધેલા છે અને તે અંગે તેણે યુવતીના પરિવારને વાત કરતાં થોડા દિવસ બાદ જવાબ આપશુ તેમ યુવતીના પરીવારજનોએ જણાવ્યું હતું અને બાદમાં અમારા સાળા આ 'સંબંધ' રાખવાની ના પાડે છે અને જો આ 'સંબંધ' રાખશો તો અમે સંબંધ તોડી નાંખીશુ તેમ કહેતા યુવતીના પરિવારજનો તરફથી અમારે આ 'સંબંધ' રાખવો નથી તેમ જણાવતા તે બાબતનું માઠુ લાગી આવવાથી એટલે કે પોતાના પત્નીને તેણીના પરિવારજનો મોકલતા ન હોવાથી સંદીપ મુંદડીયાએ ઝેરી દવા પી લીધી હતી અને હાલ તે સારવાર હેઠળ છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બાપા સીતારામની મઢૂલી પાસે વાહન અકસ્માતમાં ઈજા થવાથી સમીર આદમભાઈ અમરેલીયા (ઉંમર ૨૧)ને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી છે
ઝેરી દવા
જામનગર જિલ્લાના ધ્રોલમાં રહેતા રીટાબેન મહેશભાઈ સદાતીયા (ઉંમર ૩૮)એ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને મોરબીના સાવસર પ્લોટમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે સારવારમાં લઇને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
