મોરબીમાં પ્રેમલગ્ન કર્યા બાદ પત્નીને તેના માવતરીયા ન મોકલતા યુવાને ઝેરી દવા ગટગટાવી
મોરબીથી ચરાડવા જતાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતની કારનો અકસ્માત: બેને ઇજા
SHARE









મોરબીથી ચરાડવા જતી કારને આડે ગાય ઉતરતા કાર રોડની નીચે ઉતારી ગઈ હતી જેથી કરીને આ કારમાં બેઠેલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી તેમજ અન્ય એક વૃધ્ધને ઈજા થઈ હોવાથી તેઓને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીથી ચરાડવા જતી કારની આડે ગાય આવી હતી જેથી કરીને કાર રોડ નીચેના ભાગમાં ઉતરી ગઈ હતી અને આ કારની અંદર બેઠેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી નીલકંઠ પ્રસાદ સ્વામી (ઉંમર ૪૩) તેમજ પ્રાણજીવનભાઈ મોહનભાઇ માકાસણા (૭૦) ને ઈજાઓ થઈ હતી માટે બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
હળવદ તાલુકાના માનસર ગામે રહેતા સુરેશભાઇ ભીમાભાઇ બલદાણીયા (ઉંમર ૩૧) અને ધવલભાઈ ટીનાભાઇ બલદાણીયા (ઉંમર ૧૨) ને વાહન અકસ્માતમાં ઈજા થઈ હતી જેથી કરીને તે બંનેને મોરબી આયુષ હોસ્પિટલ ખાતે સારવાર લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
હળવદની અંદર રહેતા અનવરભાઈ પરમારના પત્ની રોશનબેન (ઉંમર ૫૦) ગાડીમાંથી નીચે પડી ગયા હતા જેથી તેઓને સારવાર માટે મોરબીના સાવસર પ્લોટમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આ અકસ્માતના બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી
